ETV Bharat / bharat

અયોધ્યામાં બનનારી મસ્જિદ માટે આવતા દાન પર ટેક્સ નહીં લાગે

અયોધ્યામાં 5 એકડ જમીન પર થનારા મસ્જિદ નિર્માણ માટે મળનારા દાન પર ટેક્સ નહીં લાગે. કેન્દ્ર સરકારે મસ્જિદ નિર્માણમાં દાન આપનારા લોકોને ટેક્સમાંથી છૂટ આપવા પર મહોર લગાવી દીધી છે.

અયોધ્યામાં બનનારી મસ્જિદ માટે આવતા દાન પર ટેક્સ નહીં લાગે
અયોધ્યામાં બનનારી મસ્જિદ માટે આવતા દાન પર ટેક્સ નહીં લાગે
author img

By

Published : May 29, 2021, 10:26 AM IST

  • અયોધ્યામાં 5 એકડ જમીન પર બની રહ્યું છે મસ્જિદ
  • મસ્જિદ માટે આવતા દાન પર ટેક્સ નહીં લાગે
  • કેન્દ્ર સરકારે દાન આપનારા લોકોને ટેક્સમાંથી આપી છૂટ

અયોધ્યાઃ ધન્નીપુરમાં 5 એકડ જમીન પર થનારા મંદિર નિર્માણ માટે હવે જે પણ દાન આવશે તેના પર કોઈ પણ ટેક્સ નહીં લાગે. આ નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો હતો. કેન્દ્ર સરકારે મસ્જિદ નિર્માણ માટે જે પણ લોકો દાન આપે છે તેમને ટેક્સમાંથી છૂટ આપી છે. મસ્જિદ નિર્માણ ટ્રસ્ટના સચિવે જણાવ્યું હતું કે, તેમને ઓનલાઈન આ પ્રમાણપત્ર મળી ગયું છે.

આ પણ વાંચો- વિશ્વ હેરિટેજ દિવસ: દેશની સૌથી સુંદર મસ્જિદમાંથી એક એટલે જામા મસ્જિદ

મસ્જિદ માટે અપીલ અને અભિયાન વગર 20 લાખ રૂપિયાનું દાન મળ્યું

ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઈન્ડેશનના પ્રવક્તા અતહર હુસૈને જણાવ્યું હતું કે, કોઈ પણ અભિયાન અને અપીલ વગર ઓનલાઈ પોર્ટલના માધ્યમથી અત્યાર સુધી તેમના ટ્રસ્ટને મસ્જિદ નિર્માણ માટે 20 લાખ રૂપિયાથી વધુનું દાન મળી ચૂક્યું છે. લાંબા સમયથી ટેક્સમાં છૂટ આપવાની અરજી પછી છેવટે શુક્રવારે તેમને પ્રમાણપત્ર મળી ગયું છે.

આ પણ વાંચો- લોંગેસ્ટ હેર ગર્લ નિલાંશીએ પોતાની પહેલી કમાણી રામમંદિર અને કોરોનાના દર્દીઓને દાન કરી

હવે ટ્રસ્ટના સભ્યોને મોટું ફેડ આવે તેવી આશા

ટેક્સ છૂટનું પ્રમાણપત્ર મળતા ટ્રસ્ટના સભ્યોને હવે મોટું ફંડ આવવાની આશા છે. જ્યારે ગયા અઠવાડિયે ટ્રસ્ટની ઓનલાઈન બેઠકમાં સભ્યોએ પ્રમાણપત્ર ન મળવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રસ્ટના સભ્ય અને અયોધ્યાના નિવાસી કેપ્ટન અફઝલે કહ્યું હતું કે, આ કારણે ટ્રસ્ટ માટે દાન થોભી ગયું છે. આ અમારી પરિયોજનાને શરૂ કરવામાં અડચણરૂપ સાબિત થઈ રહી છે. તેમણે કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલયને આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો પણ આગ્રહ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.