- ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પરથી નિયંત્રણો કરાયા દૂર
- નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કરવામાં આવી જાહેરાત
- ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 100 ટકા પ્રવાસીઓ સાથે ઉડાન ભરી શકશે
નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તાજેતરમાં જ એક પરિપત્ર જાહેર કર્યો છે. ડેમાં તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સને ક્ષમતા પ્રતિબંધ વગર એટલે કે તમામ સીટો પર પેસેન્જર બેસાડીને ઉડાન ભરવાની પરવાનગી આપી છે.
કોરોનાને કારણે લાદવામાં આવ્યા હતા નિયંત્રણો
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કોરોના બાદ જ્યારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થઈ ત્યારે 50 ટકા પ્રવાસીઓ સાથે ઉડાન ભરવાની પરવાનગી આપી હતી. જેમાં તમામ પ્રવાસીઓને માસ્ક, ફેસ શિલ્ડ, સેનેટાઈઝર તેમજ PPE કિટ સાથે પ્રવાસ કરવાની અનુમતિ અપાઈ હતી. જ્યારબાદ, અંતે એરલાઈન્સને 85 ટકા પ્રવાસીઓ સાથે ઉડાન ભરવાની પરવાનગી આપવામાં આવી હતી. આજથી તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 100 ટકા પ્રવાસીઓ સાથે ઉડાન ભરી શકશે.