ETV Bharat / bharat

Diwali 2021: દિવાળીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ અંગે જાણો

દિવાળી હિન્દુઓ માટે ખૂબ જ પ્રાચીન તહેવાર છે, જેને સદીઓથી દેશભરમાં પ્રકાશના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળીનો પર્વ ક્યારે શરૂ થશે? શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ અંગે જાણો.

Diwali 2021: દિવાળીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ અંગે જાણો
Diwali 2021: દિવાળીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ અંગે જાણો
author img

By

Published : Nov 3, 2021, 10:52 PM IST

  • દેશભરમાં પ્રકાશના ઉત્સવ દિવાળીની થશે ઉજવણી
  • દિવાળી હિન્દુઓ માટે ખૂબ જ પ્રાચીન તહેવાર છે
  • દિવાળીના દિવસે ધનની દેવી મહાલક્ષ્મીની પૂજા કરાય છે

હલ્દ્વાનીઃ આજે દિવાળી છે. આ દિવસે ધનની દેવી મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. ખુશીઓ અને પ્રકાશનું પર્વ દિવાળી નિમિત્તે મા મહાલક્ષ્મી અને ભગવાન ગણેશની વિશેષ પૂજા-અર્ચનાનો રિવાજ છે. મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવાળીનો પર્વ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. તેવામાં દિવાળીના દિવસે શુભ મુહૂર્તમાં દેવી મહાલક્ષ્મી અને ભગવાન ગણેશજીની વિધિવિધાનથી પૂજા-અર્ચના કરવાથી મહાલક્ષ્મી સમૃદ્ધિ અને ખુશીના આશીર્વાદ આપે છે.

દિવાળીના દિવસે કઈ રીતે કરશો મહાલક્ષ્મી માતાની પૂજા, પૂજાનું શુભ મુહૂર્ત શું છે?

દિવાળીના દિવસે સવારનું સ્નાન કર્યા પછી ઘરમાં મા લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ અને આ દિવસે વિશેષ સાંજના સમયે પ્રદોષ કાળમાં માતા લક્ષ્મીનું પૂજન 5.20થી 7.55 વાગ્યા સુધી શુભનું મુહૂર્ત છે. આ સાથે જ જે સ્થિર લગ્ન વૃષ 6.10થી 8.50 વાગ્યા સુધી મહાલક્ષ્મી માતાનું વિશેષ પૂજન થશે, જે અત્યંત શુભ રહેશે. દુકાન અને પ્રતિષ્ઠાનોમાં સ્થિર મુહૂર્તમાં પૂજન કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આ સાથે જ ચોઘડિયા અમૃત યોગમાં પણ પૂજન કરવામાં આવે છે, જેનો સમય 5.20થી 8.40 સુધી રહેશે. આ સાથે જ મધરાતમાં મહાનિશા મુહૂર્તમાં જે પૂજન 11.30થી 12.30 સુધી મહાનિશા કાળમાં પૂજન થશે. તંત્ર સાધના કાળ જે તંત્રોક્ત વિધિથી માતા લક્ષ્મીનું જે પૂજન થશે. રાત્રે 12.30થી લઈને 2.50 વાગ્યા સુધી રહેશે. આ કાળમાં જાપ, હોમ વગેરે દ્વારા મંત્રની સિદ્ધિ કરવામાં આવે છે.

જ્યોતિષાચાર્ય ડો. નવીનચંદ્ર જોશીના મતે, મહાલક્ષ્મીના પૂજનની વિધિ અને પૂજા સામગ્રી પોતાના સામર્થ્ય અનુસાર કરો, મહાલક્ષ્મીની માટી, તાંબા કે સોના-ચાંદીની મૂર્તિની સાથે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો. પ્રતિમાને દૂધ અને પંચામૃતથી સ્નાન કરાવીને ગંગા જળ કે જળથી સ્નાન કરાવો. ત્યારબાદ આસનમાં બેસાડીને તેમનામાં ચંદન, અક્ષત પત્ર, પુષ્પ, ધૂપ અને નાના પ્રકારના ફળ, મીઠાઈઓ, નવ્વેદયની સાથે પૂજન કરવું જોઈએ અને સાથે જ ભગવાન ઈન્દ્ર અને કુબેર જેવા દેવતાઓનું પૂજન કરવું જોઈએ. આ ઉપરાંત પોતાના ઘરનો ખજાનાની પણ વિધિવિધાનની સાથે પૂજા કરવી જોઈએ, જેનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થશે. લક્ષ્મીના પૂજનની સાથે જ અષ્ટ સિદ્ધિઓનું પણ પૂજન કરવામાં આવે છે, જેમાં અણિમા, લઘિમા જેવી આઠ પ્રકારની સિદ્ધિઓ છે, જે લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થાય છે.

લક્ષ્મીની સાથે માતાના જે આઠ રૂપ છે અષ્ટ લક્ષ્મીનું પૂજન પણ થવું જોઈએ, જેમાં માતાનું આદ્ય લક્ષ્મી રૂપ, વિદ્યાલક્ષ્મી રૂપ, સૌભાગ્ય લક્ષ્મી રૂપ, અમૃત લક્ષ્મી રૂપ, કામ લક્ષ્મી રૂપ, સત્ય લક્ષ્મી રૂપ, યોગલક્ષ્મી રૂપ, ભોગ લક્ષ્મી રૂપ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. આ સાથે જ પૂજન થવું જોઈએ. લક્ષ્મીનું વ્રત કરવાથી લક્ષ્મીની કૃપાદૃષ્ટિ બની રહેશે. લક્ષ્મીના વ્રતના પૂજનથી સ્ત્રીઓને પરમ સૌભાગ્યની પ્રાપ્ત થાય છે અને પુરુષો પર મા લક્ષ્મીની સદ કૃપાદૃષ્ટિ બની રહે છે. વ્રત પૂજન કરવાથી તેમના ઘરમાં ક્યારેય દરિદ્રતા નિવાસ નથી કરતી.

મેષ રાશિના લોકોએ લાલ વસ્ત્ર પહેરીને લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ. આમાં ફળ, શેરડી અને રક્ત ચંદન સિંદૂર વગેરે અર્પણ કરીને મા લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ. વૃષભ રાશિના લોકોએ પીળા કપડાં પહેરીને અને પીળા ચંદન, કેળા સંરક્ષક અને નાના પ્રકારની મીઠાઈઓ અને ઘીનો દિપક પ્રગટાવીને પૂજન કરવું જોઈએ. મિથુન રાશિના લોકોને હલ્કા કે લીલા રંગના કપડાં પહેરીને, બ્લૂ પત્ર પુષ્પ અને નાના પ્રકારના ફળ મીઠાઈઓ સહિત લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ. કર્ક રાશિના લોકોએ ઘીનો દિપક પ્રગટાવીને અને પૂજનની સમસ્ત સામગ્રીઓ સહિત લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ.

સિંહ રાશિના લોકોએ સામાન્ય લાલ વસ્ત્ર પહેરીને પૂર્વની તરફ મુખ રાખીને ઘીના દિવા પ્રગટાવીને લક્ષ્મી અને કુબેરનું વિશેષ પૂજન કરવું જોઈએ. સાથે જ અષ્ટ સિદ્ધિઓનું પણ કરો. તો કન્યા રાશિના લોકોને સામાન્યથી શ્વેત અને પીળાશવાળા કપડાં પહેરીને લક્ષ્મીને ફળ અને વિશેષ રીતે દાડમના ફળ અર્પણ કરીને પૂજા કરવી જોઈએ. લક્ષ્મીના આસનને સામે રાખીને પૂર્વ તરફ મુખ રાખીને ઓછામાં ઓછા 9 દિવા પ્રગટાવવા જોઈએ. સાથે સાથે ગણેશ અને ભગવાન કૂબેરની પૂજા પણ કરો.

તુલા રાશિવાળા લોકોએ લક્ષ્મીની પૂજા કરવા પહેલા સોનાના ઘરેણાં પહેરીને લક્ષ્મીની પ્રતિમાનું દૂધ સાકળથી સ્નાન કરાવીને પૂજન કરવું જોઈએ. વૃશ્ચિક રાશિના લોકોએ સોનાના ઘરેણા ધારણ કરીને શેરડી વગેરે અન્ય પૂજા સામગ્રીથી લક્ષ્મીની પૂજા અર્ચના કરો. સાથે જ લક્ષ્મી સ્તોત્રનું પાઠ કરો.

ધનુ રાશિના લોકોએ લક્ષ્મી સહિત કુબેર વગેેરે દેવતાઓનું પૂજન કરવું જોઈએ અને ઓમ મહાલક્ષ્મી નમઃ કે મહાલક્ષ્મીનો કનકધારા સ્તોત્ર પાઠ કરવો જોઈએ, જે તેમના માટે વિશેષ ફળદાયી હશે. મકર રાશિના લોકોને સોનાના ઘરેણા પહેરીને માતા લક્ષ્મીને દૂધથી અભિષેક કરીને પૂજન કરવું જોઈએ. લક્ષ્મી-ગણેશનું વિશેષ પૂજન અને મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.

કુંભ રાશિના લોકોને વિશેષ કરીને સ્ત્રીઓ પોતાના સમગ્ર ઘરેણા પહેરીને મહાલક્ષ્મીના પૂજનથી પહેલા ભગવાન ગણેશનું પૂજન કરે અને મહાલક્ષ્મીના પૂજન પછી ચોખાથી ભરેલા વાટકામાં દિવો પ્રગટાવીને પૂજા કરવાથી દરિદ્રતા નિવારણ હેતુ મહાલક્ષ્મી કુબેરથી પ્રાર્થના કરવી જોઈએ. સાથે 10 દિગપાલ (10 દિશાઓના માલિક)ની પૂજા કરવી જોઈએ. તો મીન રાશિના લોકોએ ખાસ કરીને મહાલક્ષ્મીના પૂજનની સાથે મહાલક્ષ્મી પાઠ અને જાપ કરે. મહાલક્ષ્મીને ખીરનો ભોગ લગાવે અને ખીરનો પ્રસાદ ગ્રહણ કરેે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.