ETV Bharat / bharat

બે યુવકો બન્યા જૂથ અથડામણનું કારણ, જોધપુરમાં લાગી કલમ 144

author img

By

Published : Jun 8, 2022, 2:15 PM IST

રાજસ્થાનના જોધપુરમાં મંગળવારે રાત્રે બે યુવકો વચ્ચેના વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. બે યુવકો વચ્ચેના વિવાદ બાદ બંને પક્ષો સામસામે (Dispute between two sides in Jodhpur) આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પરંતુ પોલીસે ઘટના સ્થળે પહોંચીને લોકોને છુટા પાડયા હતા અને સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત (Police force deployed on the spot) કર્યો હતો.

જોધપુર: બે યુવકોના ઝઘડામાં બે પક્ષો આવ્યા સામસામે, કલમ 144 થઈ લાગુ

જોધપુર: રાજસ્થાનના જોધપુર શહેરના સુરસાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે રાત્રે બે યુવકો વચ્ચે ઝઘડો થયા બાદ બંને પક્ષો સામસામે (Dispute between two sides in Jodhpur) આવી ગયા. બંને પક્ષે વચ્ચે જોરદાર લાતો અને મુક્કાબાજી થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પણ થઈ હતી. એક યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ધટનાની માહિતી મળતા સુરસાગર પોલીસે પહોંચીને લોકોને છુટા પાડયા હતા. આ વિસ્તારમાં કલમ 144 (Section 144 imposed in the area ) લાગુ કરવામાં આવી છે.

આ પણ વાંચો: પુત્ર બન્યો જનેતાનો હત્યારો : હત્યાનું કારણ જાણીને તમેં પણ ચોંકિ જશો...

ભાજપ અને કોંગ્રેસના લોકો પહોંચ્યા ઘટનાસ્થળે: સુરસાગર પોલીસ સ્ટેશન (Surasagar police Station) વિસ્તારના રોયલ્ટી નાકા પાસે આવેલા રાજારામ સર્કલ પાસે બાબુ માળીનું પાણી પુરવઠાનું કામ ચાલે છે ત્યાં તેમના પુત્રનો ટેક્સી ડ્રાઈવર સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાના થોડા સમય બાદ લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું. આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને RAC (Rajasthan Armed Constabulary) સહિત પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું છે અને પરિસ્થિતિ કાબુમાં લાવવામાં આવી છે. પોલીસે કેટલાક લોકોને કસ્ટડીમાં પણ લીધા છે. પોલીસે શહેરને પોતાના નિયંત્રણમાં લીધું છે. લોકોને સ્થળ પરથી હટાવ્યા બાદ પોલીસે પ્રબુદ્ધ લોકો સાથે વાતચીત પણ કરી હતી. DCP વંદિતા રાણાએ કહ્યું છે કે, સ્થળ પર શાંતિ હોવી જોઈએ. તમામ અધિકારીઓ સ્થળ પર હાજર છે. આ ઘટનાની માહિતી મળતા જ ભાજપ અને કોંગ્રેસના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા (People from BJP and Congress also reached) હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.