ETV Bharat / bharat

ટૂલકીટ કેસ મામલે એક્ટિવિસ્ટ દિશા રવિ 5 દિવસની પોલીસ કસ્ટડીમાં

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કિસાન આંદોલનને લઈને સોશિયલ મીડિયા પર ટૂલકીટ ફેલાવવા બદલ ધરપકડ કરાયેલી દિશા રવિને 5 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપી છે. દિશા રવિની બેંગ્લોરથી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

New Delhi
New Delhi
author img

By

Published : Feb 14, 2021, 6:24 PM IST

  • દિશા રવિની બેંગ્લોરથી દિલ્હી પોલીસની વિશેષ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
  • દિલ્હી પોલીસે આજે દિશા રવિને ડ્યુટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી
  • સોશિયલ મીડિયા પર ટૂલકીટ ફેલાવવા બદલ ધરપકડ કરાઈ હતી
    દિશા રવિ હવે પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં
    દિશા રવિ હવે પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં

નવી દિલ્હી: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કિસાન આંદોલનને લઈને સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયા પર ટૂલકીટ ફેલાવવા બદલ ધરપકડ કરાયેલી દિશા રવીને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી અપાઈ છે. દિશા રવિની બેંગ્લોરથી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

5 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી અપાઈ

દિલ્હી પોલીસે આજે દિશા રવિને ડ્યુટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી, ત્યારબાદ કોર્ટે પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી પોલીસે આરોપ લગાવ્યો છે કે, દિશા રવિએ ખેડૂતોના આંદોલનને લગતા એ દસ્તાવેજ શેર કર્યા હતા, જેને આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું. દિશા પર ટૂલકિટ નામના તે દસ્તાવેજને સંપાદિત કરવા અને તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરવા અને તેને આગળ ફોરવર્ડ કરવાનો આરોપ છે.

ગ્રેટા થનબર્ગે કિસાન આંદોલનને સમર્થન આપ્યુ

આ ટૂલકિટ ત્યારે પ્રકાશમાં આવ્યુ, જ્યારે તેને આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગ દ્વારા ખેડૂત આંદોલનને ટેકો આપતા તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો. તે પછી પોલીસે 4 ફેબ્રુઆરીએ FIR દાખલ કરી હતી. દિલ્હી પોલીસે આ કેસમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 124 A, 120 A અને 153 A હેઠળ બદનામી, ગુનાહિત કાવતરા અને નફરત ભડકાવવાની FIR નોંધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.