નવી દિલ્હી : ઓડિટ દરમિયાન પાયલોટ તપાસમાં માલુમ પડતાં એશિયા ઇન્ડિયાએ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. જે બાદ DGCAએ ઓછી કિંમતના કેરિયર પર 20 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. તાલીમના વડાને ત્રણ મહિના માટે તેમના પદ પરથી હટાવી દીધા છે. આ સાથે આઠ પરીક્ષાર્થીઓ પર 3 લાખ રૂપિયા (કુલ 24 લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. કુલ દંડની રકમ સામૂહિક રીતે રુપિયા 44 લાખ છે.
-
DGCA imposes financial penalty of Rs 20 lakhs on Air Aisa for violation of applicable DGCA Civil Aviation Requirements, says few mandatory exercises of the pilots of Air Asia not done during Pilot Proficiency Check as per schedule. pic.twitter.com/8Bq5Vxm5fP
— ANI (@ANI) February 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">DGCA imposes financial penalty of Rs 20 lakhs on Air Aisa for violation of applicable DGCA Civil Aviation Requirements, says few mandatory exercises of the pilots of Air Asia not done during Pilot Proficiency Check as per schedule. pic.twitter.com/8Bq5Vxm5fP
— ANI (@ANI) February 11, 2023DGCA imposes financial penalty of Rs 20 lakhs on Air Aisa for violation of applicable DGCA Civil Aviation Requirements, says few mandatory exercises of the pilots of Air Asia not done during Pilot Proficiency Check as per schedule. pic.twitter.com/8Bq5Vxm5fP
— ANI (@ANI) February 11, 2023
DGCA નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે : ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 23-25 નવેમ્બર, 2022 દરમિયાન LCCનું સર્વેલન્સ ઇન્સ્પેક્શન કર્યું હતું. રેગ્યુલેટર સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઓડિટ (ઇન્સ્ટ્રુમેન્ટ રેટિંગ ચેક) દરમિયાન DGCA નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે. ત્યારબાદ એરલાઇનના મેનેજર, તાલીમના વડા અને તેના તમામ નિયુક્ત પરીક્ષકોને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી.
આ પણ વંચો : 90 new Covid variant in India: ભારતમાં બે મહિનામાં 90 નવા કોવિડ વેરિઅન્ટ મળ્યા
એરલાઇન સામે અમલીકરણ પગલાં લેવાનું નક્કી કર્યું : જારી કરાયેલી નોટિસમાં DGCA એ પૂછ્યું છે કે, તેમની જવાબદારીઓની દેખરેખના અભાવ માટે તેમની સામે અમલીકરણની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. લેખિત જવાબોની તપાસ કર્યા પછી, DGCA નિવેદને એરલાઇન સામે અમલીકરણ પગલાં લેવાનું નક્કી કર્યું.
આ પણ વંચો : Hyderabad Formula E Race: હૈદરાબાદમાં આજથી ફોર્મ્યુલા ઈ-રેસ, ઈલેક્ટ્રિક કાર રેસમાં સામેલ
70 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો હતો : અગાઉ DGCA એ વિસ્તારા એરલાઈન્સ પર 70 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દંડ એર વિસ્તારા પર ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકારના નિયમોને અવગણવા બદલ લગાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ દંડ એર વિસ્તારા પર દેશના ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં ઓછા સેવા આપતા વિસ્તારોમાં ફરજિયાત લઘુત્તમ સંખ્યામાં ફ્લાઇટ્સનું સંચાલન ન કરવા બદલ લાદવામાં આવ્યો હતો.