ETV Bharat / bharat

રાષ્ટ્રીય રાજધાનીમાં ફરી વધ્યું વાયુ પ્રદૂષણ: ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઈ હવાની ગુણવત્તા - દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ

છેલ્લા એક સપ્તાહથી દિલ્હી NCR પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરને કારણે શહેરવાસીઓ આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં હવાની ગુણવત્તા (Delhi's air quality) ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવી છે. શનિવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 2.5નું સ્તર 303 પર નોંધાયું હતું.

Delhi's air quality recorded in 'very poor' category

author img

By

Published : Oct 30, 2021, 12:59 PM IST

  • દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં
  • NCRમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળી શ્રેણીમાં
  • સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ (Delhi air quality deteriorates ) ફરી વધ્યું છે. દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવી છે. શનિવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 2.5નું સ્તર 303 પર નોંધાયું હતું. વિવિધ વિસ્તારોમાં હવાની ગુણવત્તા 300થી વધુ નોંધાઈ છે.

આ પણ વાંચો: દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ

NCRમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળી શ્રેણીમાં

સફર ઈન્ડિયા અનુસાર દિલ્હીના પુસામાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 2.5નું સ્તર 305, લોધી રોડમાં 308, દિલ્હી યુનિવર્સિટીમાં 318, એરપોર્ટ ટર્મિનલ-3માં 306, મથુરા રોડમાં 316, IIT દિલ્હીમાં 242, આયા નગરમાં 245 નોંધાયું હતું. NCRમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળી શ્રેણીમાં નોંધવામાં આવ્યો છે. ગુરુગ્રામમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ PM 2.5નું સ્તર 283, નોઈડામાં 305 નોંધાયું છે.

આ પણ વાંચો: વાયુ પ્રદુષણના કારણે દિલ્હીમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ, મંગળવાર સુધી શાળાઓમાં રજા

દિલ્હીમાં તાપમાન

વાયુ પ્રદૂષણનું આ સ્તર શ્વસન સંબંધી રોગો ધરાવતા દર્દીઓ અને વૃદ્ધો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તે બાળકો માટે પણ સલામત નથી. જેમ જેમ દિલ્હી અને NCRમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, તેમ તેમ હવાની ગુણવત્તા નબળી શ્રેણી સુધી પહોંચી રહી છે. શનિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.