નવી દિલ્હી : દિલ્હીમાં આતંક મચાવવાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મોડી રાત્રે જૈશ-એ-મોહમ્મદના 2 આતંકીઓની ધરપકડ કરી છે.દિલ્હી પોલીસે જ્યારે આતંકીઓ વિશે માહિતી મળી ત્યારથી બંન્ને આતંકીઓની ધરપકડ કરવા માટે કામે લાગી હતી. તેમની પાસેથી હથિયારો ઝપ્ત કરવામાં આવ્યા હતા.બંને આતંકવાદીઓ દિલ્હીમાં એક મોટો ષડયંત્ર રચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
જમ્મૂ-કાશ્મીરના બંન્ને આતંકીઓ
આ બંન્ને આતંકીઓની ઓળખ અબ્દુલા લતીફ અને મોહમ્મદ અશરફ ખટાના રુપમાં થઈ છે. જે જમ્મૂ કાશ્મીરના બારમુલા અને ખાડાના રહેવાસી છે.આપને જણાવી દઈએ કે, સ્પેશિયલ સેલની ટીમે બંન્ને આતંકીઓ વિશે સુચના મળી હતી. ત્યારબાદ સરાયા કાલે ખા મિલેનિયમ પાર્ક પાસે વોચ ગોઠવી બંન્ને આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી વિસ્ફોટક અને અન્ય દસ્તાવેજો મળ્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી કરી રહી છે.