નવી દિલ્હી : સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જ્યારે ED તરફથી તેડુ આવ્યું છે. આ બાબતનો વિરોધ કરવા માટે ગઇકાલે પણ તમામ કોંગ્રેસના કાર્યકરો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ આજ રોજ સોમવારે ED ઓફિસ સુધી માર્ચ પણ કાઢવાના હતા. જેને દિલ્હી પોલિસ દ્વારા મંજૂરી આપવામાં આવી નતી.
આ પણ વાંચો - National Herald Case : કોંગ્રેસ દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, કારણ છે કંઇક આવું...
રેલીને મંજૂરી આપવામાં આવી નથી - પોલીસને જ્યારે ખબર પડી કે, કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે માર્ગદર્શિકાને કારણે અને કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, સૂચિત માર્ચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મામલામાં 23 જુલાઈ 2018ના સુપ્રીમ કોર્ટના આદેશને પણ ટાંકવામાં આવ્યો છે. આ આદેશની નકલ DCPL દ્વારા ટ્રાફિક પોલીસ, ACP ચાણક્યપુરી, HHO તુગલક રોડને પણ મોકલવામાં આવી છે.
આ પણ વાંચો - જો ED શિવસેનાને સોંપી દેવામાં આવે, તો ફડનવીસ પણ અમને વોટ કરશે : રાઉત