- દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને (Special Cell of Delhi Police) મળી મોટી સફળતા
- દિલ્હી પોલીસે (Delhi Police) 350 કિલો હેરોઈન (Heroin) સાથે આરોપીની કરી ધરપકડ
- 350 કિલો હેરોઈન (Heroin)ની આંતરરાષ્ટ્રીય કિંમત 2,500 કરોડ રૂપિયા છે
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે (Delhi Police) નશીલા પદાર્થ હેરોઈન (Heroin)ની તસ્કરી કરતી એક મોટી ગેંગને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે (Special Cell of Delhi Police) 350 કિલોનું હેરોઈન (Heroin) કબજે કર્યું છે. આ હેરોઈન (Heroin)ની આંતરરાષ્ટ્રીય કિંમત 2,500 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો- વડોદરા શહેરમાં નશીલા પ્રદાર્થ વેચતો પાનના ગલ્લાવાળો ઝડપાયો
પોલીસે પકડાયેલા આરોપીની કરી પૂછપરછ
અત્યારે તો દિલ્હી પોલીસ (Delhi Police) પકડેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને તેમના નેટવર્કની તપાસ કરવાનો પ્રયત્ન કરી રહી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના DCP પ્રમોદ કુશવાહાએ જણાવ્યું હતું કે, ખાનગી સૂચનાના આધારે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી હેરોઈન (Heroin) કબજે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- સરખેજ પોલીસે 11 કિલો 620 ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી
અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે તે અંગે તપાસ શરૂ
ઝડપાયેલા આરોપીઓ પાસેથી સમગ્ર રૂટ અને તેમની સાથે જોડાયેલા લોકો માટે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ એ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, તેઓ ક્યારથી દિલ્હીમાં હેરોઈનનો (Heroin) સપ્લાય કરતા હતા.