ETV Bharat / bharat

પહાડો પર બરફ વર્ષા અને ઠંડા પવનોના કારણે દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી, તાપમાનનો પારો ગગડ્યો - દિલ્હીના સમાચાર

દેશની રાજધાની દિલ્હી સતત કાતિલ ઠંડીનો સામનો કરી રહી છે, દિલ્હીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, સવારનું તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગનું કહેવું છે કે હજી પણ દિલ્હીના તાપમાનમાં વધુ ઘટાડો થશે. જ્યારે આજે હવાની ગુણવત્તા 'ખૂબ નબળી' શ્રેણીમાં નોંધવામાં આવી છે.

દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી
દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 12:50 PM IST

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, સવારનું તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગનું કહેવું છે કે હજી પણ દિલ્હીના તાપમાનમાં વધુ ઘટાડો થશે. આજે હવાની ગુણવત્તા 'ખૂબ નબળી' શ્રેણીમાં નોંધવામાં આવી છે.

દિલ્હી-એનસીઆર કાતિલ ઠંડીની ઝપેટમાં આવી ચુક્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણથી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે ગાઢ ધુમ્મસ છવાયું જોવા મળ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દિલ્હી અને ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે.

  • #WATCH | Delhi wakes up to a thin layer of fog as mercury dips with the advent of winter.

    (Drone visuals from the Ring Road near Bhikaji Cama Place, shot at 7:15 am) pic.twitter.com/iGAsD8wlnE

    — ANI (@ANI) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે રાજધાનીમાં દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. બુધવારે તાપમાન ઘટીને 23 ડિગ્રી પર સમેટાઈ ગયું હતું. આગામી કેટલાક દિવસો સુધી ઠંડા પવનોને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. આજે સવારે દિલ્હીમાં તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું સ્તર 97 ટકા સુધી રહેવાની ધારણા છે.

તો બીજી તરફ તાપમાનનો પારો સતત ગગડતા લોકોને કાતિલ ઠંડી સહન કરવાનો વારો આવ્યો છે. દિલ્હી વાસીઓ ઠંડીથી બચવા તાપણા, ગરમ પીણા અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યાં છે. જોકે, રોજબરોજના કામ અર્થે વહેલી સવારે ઘરની બહાર નીકળતાં લોકોને ઠંડીના પ્રકોપનો સામનો વધુ કરવો પડે છે. મહત્વપૂર્ણ છે કે, દિલ્હી-એનસીઆરમા વધતી જતી ઠંડીએ રોજિંદા જનજીવન પણ અસર પહોંચાડી છે. જ્યારે બીજી તરફ ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

  1. તમિલનાડુના દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું, પૂરજોશમાં બચાવ અને રાહત કામગીરી
  2. Delhi liquor scam : કેજરીવાલે EDના સમન્સનો જવાબ આપ્યો, સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.