ETV Bharat / bharat

New Delhi News: નરેલામાં બે યુનિવર્સિટીઓને કેમ્પસ બનાવવા માટે દિલ્હી એલજીએ જમીન ફાળવણીને મંજૂરી આપી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 12:09 PM IST

દિલ્હીના લેફટન્ટ ગવર્નર વી. કે. સક્સેનાએ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના રહેણાંક માટે ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી (GGSIPU) અને દિલ્હી ટીચર્સ યુનિવર્સિટીના ડીડીએ પાસેથી ફલેટ ખરીદવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી. એલજીએ કહ્યું કે, આ નિર્ણયથી સદર વિસ્તારના વિકાસને વેગ મળશે.

દિલ્હી એલજી દ્વારા બે યુનિવર્સિટીની જમીન ફાળવણીને મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ રાજનિવાસના અધિકારીઓએ જણાવ્યું છે કે શુક્રવારે એલજીએ ગુરૂ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી અને દિલ્હી ટીચર્સ યુનિવર્સિટીને નરેલામાં કેમ્પસ બનાવવા માટે 25 એકર જમીન ફાળવણીની મંજૂરી આપી છે. એલજી દ્વારા અપાયેલી મંજૂરીનો મુખ્ય અભિગમ યુનિવર્સિટી પોતાનું કાર્ય અનુકૂળ વાતાવરણમાં કરી શકે તે ઉપરાંત વિદ્યાર્થીઓને યોગ્ય મોકળાશમાં અભ્યાસ પૂરો પાડવાનો છે. આ ઉપરાંત એલજી માને છે કે જો નરેલા વિસ્તારમાં બે યુનિવર્સિટીના કેમ્પસ બનશે તો આ વિસ્તારનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે.

ગુરૂ ગોવિંદ યુનિ.ની માંગઃ ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી (GGSIPU)ને ઓછી જગ્યાની બહુ ગંભીર સમસ્યા હતી. તેથી આ યુનિવર્સિટીએ ડીડીએને પત્ર લખીને ઉત્તરીય વિસ્તારમાં કેમ્પસ બનાવવા માટે જમીનની માંગણી કરી હતી. તેમજ નરેલામાં સ્ટાફ અને સ્ટુડન્ટ્સના એકોમોડેશન માટે ફ્લેટની પણ માંગણી કરી હતી.

દિલ્હી ટીચર્સ યુનિ.ની માંગઃ ગયા વર્ષે જાન્યુઆરીમાં સ્થપાયેલી અને મુખર્જીનગરની આઉટ્રામ લાઈનમાં એક શાળામાં ચાલી રહેલી દિલ્હી ટીચર્સ યુનિવર્સિટીને પણ જગ્યાના અભાવની સમસ્યા સતાવી રહી છે. તેથી આ યુનિવર્સિટી દ્વારા પણ ડીડીએને પત્ર લખીને પોતના પરિસરની સ્થાપના માટે નરેલામાં 25 એકર જમીનની માંગણી કરી હતી. આ યુનિવર્સિટીએ ડીડીએને પત્રમાં ફ્લેટની ફાળવણીનો પણ અનુરોધ કર્યો હતો.

25 એકર જમીનને મંજૂરીઃ દિલ્હીના ઉપરાજ્ય પાલ કે જેઓ ડીડીએના અધ્યક્ષ પણ છે તેમણે આ બંને અનુરોધ માન્ય રાખ્યા હતા. બંને યુનિવર્સિટીને 25 એકર જમીનની ફાળવણીને મંજૂર કરી છે. તેમજ ડીડીએમાં 200 ફ્લેટ પણ પૂરા પાડવાનો નિર્ણય કર્યો છે. (પીટીઆઈ)

  1. દિલ્હીના ઉપરાજ્યપાલે કેજરીવાલને મળ્યા પછી હોમ આઇસોલેશન અંગેના આદેશોને કર્યા રદ્દ
  2. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સૌથી મોટા કોવિડ કેર સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.