ETV Bharat / bharat

DELHI EXCISE POLICY: BRS નેતા કવિતા ત્રીજી વખત ED સમક્ષ હાજર થઈ - કવિતા આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થઈ

તેલંગાણાના CM કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતા દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ત્રીજા રાઉન્ડની પૂછપરછ માટે કવિતા આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થઈ હતી.

DELHI EXCISE POLICY: BRS નેતા કવિતા ત્રીજી વખત ED સમક્ષ હાજર થઈ

author img

By

Published : Mar 21, 2023, 8:34 PM IST

નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે કવિતા મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થઈ હતી. તેલંગાણાના CM કે. ચંદ્રશેખર રાવની પુત્રી કવિતા ત્રીજી વખત ED સમક્ષ પૂછપરછ માટે હાજર થઈ છે. તેણી આજે તેના જૂના ફોન સાથે ED ઓફિસમાં પ્રવેશી હતી. તેણે તે ફોન અહીં હાજર મીડિયાને પણ બતાવ્યા છે. EDએ ચાર્જશીટમાં કહ્યું છે કે કવિતાએ થોડા મહિનામાં 10 ફોન બદલ્યા છે. EDનો આરોપ છે કે MLC કવિતાએ દારૂના કેસના પુરાવા ધરાવતા ફોનનો નાશ કર્યો છે.

આ પણ વાંચો: Amritpal Singh: હાઈકોર્ટ પંજાબ સરકારને લગાવી ફટકાર, કહ્યું - 80 હજાર પોલીસકર્મી શું કરી રહ્યા હતા ?

ઉદ્યોગપતિ પિલ્લઈના નિવેદનો અંગે પૂછપરછ: સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈ કાલે પૂછપરછ દરમિયાન તેમને લગભગ એક ડઝન પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ કેસમાં ધરપકડ કરાયેલા હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અરુણ રામચંદ્ર પિલ્લઈના નિવેદનો અંગે પણ કવિતાને પૂછપરછ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. પિલ્લઈ કવિતાના સારા સંપર્કમાં હોવાના અહેવાલ છે. કવિતાએ કહ્યું છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી.

આ પણ વાંચો: DELHI BUDGET : દિલ્હી સરકારના બજેટને મંજૂરી, કેજરીવાલે PM મોદીને પત્ર લખી બજેટ ન રોકવા કરી હતી અપીલ

12 લોકોની ધરપકડ: કવિતાએ આરોપ લગાવ્યો કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર EDનો ઉપયોગ કરી રહી છે. કારણ કે પાર્ટી તેલંગાણામાં "બેકડોર એન્ટ્રી" મેળવી શકતી નથી. EDએ કહ્યું હતું કે પિલ્લઈ 'સાઉથ ગ્રુપ'નું પ્રતિનિધિત્વ કરે છે. જે કવિતા અને અન્યના કથિત દારૂના કારોબારનું સંગઠન છે. તેણે 2020-21ની દિલ્હી આબકારી નીતિ હેઠળ રાષ્ટ્રીય રાજધાનીમાં મોટો બજાર હિસ્સો મેળવવા માટે આમ આદમી પાર્ટી (AAP) ને આશરે રૂપિયા 100 કરોડની લાંચ આપી હતી. EDએ પિલ્લઈના રિમાન્ડ પત્રમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે તે આ કેસમાં કવિતાના બેનામી રોકાણમાં સામેલ હતો. આ મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા કવિતાની હૈદરાબાદ સ્થિત તેના ઘરે પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં EDએ અત્યાર સુધીમાં દિલ્હીના પૂર્વ ઉપપ્રધાન મનીષ સિસોદિયા સહિત 12 લોકોની ધરપકડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.