નવી દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને દુષ્કર્મની (Swati Maliwal threatened with rape) ધમકી મળી છે. ટેલિવિઝન પ્રોગ્રામ બિગ બોસમાંથી સ્પર્ધક અને ફિલ્મ નિર્માતા સાજિદ ખાનને હટાવવા માટે પ્રસારણ મંત્રાલયને પત્ર લખ્યા પછી તેણીને Instagram પર ધમકીઓ મળી રહી છે. સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. (Swati Maliwal threatened with rape)
દિલ્હી પોલીસને આપી ફરિયાદ સ્વાતિ માલીવાલે ટ્વિટ કરીને લખ્યું, જ્યારથી મેં સાજિદખાનને બિગ બોસમાંથી બહાર કાઢવા માટે I AND B મંત્રીને પત્ર લખ્યો છે, ત્યારથી મને Instagram પર દુષ્કર્મની ધમકી આપવામાં આવી રહી છે. દેખીતી રીતે તેઓ અમારું કામ રોકવા માંગે છે. હું દિલ્હી પોલીસને ફરિયાદ આપી રહી છું. FIR નોંધો અને તપાસ કરો. જેની પાછળ છે તેમની ધરપકડ કરો! (swati maliwal twitter)
સાજિદ ખાન પર આરોપ ઉલ્લેખનીય છે કે, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે 10 ઓક્ટોબરે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર લખીને ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સાજિદ ખાનને રિયાલિટી શો બિગ બોસમાંથી હટાવવાની માંગ કરી હતી. કારણ કે સાજિદ ખાન પર ઘણી મોડલ અને અભિનેત્રીઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. આવી વ્યક્તિને ટેલિવિઝન શોમાં સામેલ ન કરવી જોઈએ. કારણ કે બાળકો અને પરિવારજનો સાથે મળીને આ સિરિયલો જોઈ રહ્યા છે. (swati maliwal rape)
આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી જ્યારથી માલીવાલે આ ફરિયાદ કરી છે, ત્યારથી તેને ઈન્સ્ટાગ્રામ પર અલગ અલગ એકાઉન્ટ્સ પરથી દુર્વ્યવહાર અને દુષ્કર્મની ધમકીઓ મળી રહી છે. સ્વાતિ માલીવાલે આ સંબંધમાં દિલ્હી પોલીસને લેખિત ફરિયાદ મોકલી છે અને અપીલ કરી છે કે આ મામલે FIR નોંધીને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. (Delhi Commission for Women)