ETV Bharat / bharat

75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરી સભ્યોમાં સામેલ થઈ દીપિકા પાદુકોણ - કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ

દીપિકા પાદુકોણના ફેન્સ માટે સારા સમાચાર છે. દીપિકા પાદુકોણને 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની (Cannes Film Festival 2022) જ્યુરીમાં સામેલ કરવામાં આવી છે.

75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરી સભ્યોમાં સામેલ થઈ દીપિકા પાદુકોણ

author img

By

Published : Apr 27, 2022, 1:00 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડ સેલેબ્સના ફેન્સ માટે એક સારા સમાચાર છે. અભિનેત્રી દીપિકા પાદુકોણને 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની (Cannes Film Festival 2022) જજિંગ પેનલમાં સામેલ કરવામાં આવી છે. સંસ્થાએ ગયા મંગળવારે '75મા ફેસ્ટિવલ ડી કેન્સ 2022'ની જ્યુરીની જાહેરાત કરી હતી. ફ્રાન્સના દિગ્ગજ ખેલાડી વિન્સેન્ટ લિંડનને જજિંગ પેનલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 17 મે થી 28 મે સુધી યોજાશે.

આ પણ વાંચો: રાખી સાવંતે 'આદિવાસી આઉટફિટ' પર એવુ તે શુ કહ્યું કે, આદિવાસી મહિલાઓએ FIR નોંધવાની કરી માગ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 : અભિનેત્રી દીપિકા પાદુકોણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022'ની જજિંગ પેનલમાં સામેલ થવાના સારા સમાચાર શેર કર્યા છે. તેણે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની જજિંગ પેનલ દેખાઈ રહી છે.'ફેસ્ટિવલ ડી કોન્સ' એ પણ સત્તાવાર રીતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું છે અને દીપિકા પાદુકોણના જ્યુરીમાં સામેલ થવાની માહિતી આપી છે. સંસ્થાએ લખ્યું છે કે, 'ભારતની દિગ્ગજ અભિનેત્રી, નિર્માતા અને સામાજિક કાર્યકર દીપિકા પાદુકોણ જેણે 30 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, તે વિન ડીઝલ સાથે હોલીવુડમાં પણ જોવા મળી છે.

દીપિકાને ટાઈમ 100 ઈમ્પેક્ટ એવોર્ડ એનાયત : સંસ્થાએ તેની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, 'તે એક પ્રોડક્શન હાઉસની માલિક પણ છે, જેની શરૂઆત તેણે તેની ફિલ્મ 'છપાક'થી કરી હતી. તેણે પોતાના હોમ બેનર હેઠળ ફિલ્મ '83' પ્રોડ્યુસ કરી હતી અને તેની આગામી ફિલ્મ 'ધ ઈન્ટર્ન' પણ તેના બેનર હેઠળ જ બનશે, દીપિકાએ તેની ફિલ્મ 'પદ્માવત' સહિત ઘણી ફિલ્મોના એવોર્ડ જીત્યા છે, એટલું જ નહીં દીપિકાએ વર્ષ 2018 માં માનસિક દર્દીઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક સંસ્થાની રચના કરવામાં આવી હતી અને તાજેતરમાં જ તેને ટાઈમ 100 ઈમ્પેક્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Desperately Seeking Shah Rukh : લેખિકાને મળી કિંગ ખાને મહિલાઓ અંગે લખી નોંધ, જાણીને થઈ જશે ગર્વ

દીપિકા શાહરૂખની ફિલ્મ 'પઠાણ'માં જોવા મળશે : દીપિકાના ચાહકો આ સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ છે અને અભિનેત્રીને ઉગ્રતાથી અભિનંદન આપી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સે પણ દીપિકા પાદુકોણને આ નવી સિદ્ધિ માટે શુભેચ્છાઓ મોકલી છે. દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ'માં જોવા મળશે. ફિલ્મ 'પઠાણ' આવતા વર્ષે 26 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ સિવાય દીપિકા પાદુકોણ પહેલીવાર અભિનેતા રિતિક રોશન સાથે ફિલ્મ 'ફાઇટર'માં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.