અમદાવાદઃ સોનાચાંદી બજારમાં નવી ઘરાકીનો (Decline in gold and silver prices) અભાવ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફ્યુચરનો( price of gold) ભાવ 1945 ડૉલરની ઝડપી તૂટી 1917 ડૉલર થઈ અને 1920-1924 ડૉલર આવી ગયો હતો. તેમજ સિલ્વરનો (Gold and silver prices)ભાવ 25.45 ડૉલરથી ગબડીને 24.89-25.10 ડૉલર પર આવી ગયો હતો.
આ પણ વાંચોઃ 60 હજાર રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યું ચાંદી, સોનુ ઉંચી સપાટીએ
સ્થાનિક બજારમાં સોનાચાંદીના ભાવ સતત ઘટ્યા - હોળી પુરી થયા (Holi 2022)પછી હોળાષ્ટક ઉતરી ગયા છે. જેથી શુભ કાર્યો થઈ શકે છે. તેમ છતાં સોનાચાંદીમાં નવી ખરીદીનો અભાવ હતા. તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં ઘટાડો આવતાં સ્થાનિક બજારમાં પણ સોનાચાંદીના ભાવ સતત ઘટ્યા હતા.
અમેરિકા વ્યાજ દરમાં વધારો કરશે - ગોલ્ડ સપ્તાહના છેલ્લા દિવસે ચાર મહિનાનો સૌથી મોટા ઘટાડા સાથે બંધ રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ (Russia Ukraine war)મંત્રણા થશે અને યુદ્ધ વિરામ થશે જે સમાચાર પાછળ ગોલ્ડમાં નફારૂપી વેચવાલી ફરી વળી હતી. તેમજ અમેરિકા વ્યાજ દરમાં વધારો કરશે, તેવા પણ સમાચાર આવ્યા હતા.