હૈદરાબાદઃ ગર્ભપાત પર પ્રાચીન સમયથી ચર્ચા-વિચારણાઓ થઈ રહી છે. આજે પણ આ વિષય પર વિવાદ થઈ રહ્યો છે. આ વિવાદનું વર્ણન બે શબ્દોમાં થઈ શકે છે, પ્રો ચોઈસ અને પ્રો લાઈફ. એક મહિલાને પોતાના શરીર સંબંધી નિર્ણય લેવાનો હક છે. આ અધિકારનું સમર્થન અનેક હ્યુમન રાઈટ્સ ઈન્સ્ટ્રુમેન્ટમાં જોવા મળે છે. જે પર્સનલ મેટરમાં નિર્ણય લેવા માટે ફ્રીડમ નક્કી કરે છે. આ પ્રાવધાનોમાં શારીરિક અખંડતાના અધિકારની સુરક્ષા, પોતાના બાળકોની સંખ્યા અંગે જવાબદારી અને તેમની વચ્ચેના અંતરને નક્કી કરવાનો અધિકાર તેમજ ગોપનીયતાનો અધિકારનો સમાવેશ થાય છે. એક નાગરિકને મળતા દરેક મૌલિક અધિકારોમાંથી સૌથી પવિત્ર, કિમતી અને અહસ્તાંતરણીય અધિકાર જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો છે. આ અધિકાર સરકાર પર અંકુશ લગાડે છે અને ભારત દેશની સાંસ્કૃતિક તેમજ સામાજિક ચેતનાનો એક ભાગ છે. આ સંદર્ભમાં પ્રત્યેક મહિલાનો એક વ્યક્તિગત અધિકારી છે, પોતાના જીવનનો અધિકાર, પોતાની સ્વતંત્રતાનો અધિકાર, પોતાના આનંદની શોધનો અધિકાર જે તેને ગર્ભપાત માટેના અધિકારને મંજૂરી આપે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) અનુસાર, દર વર્ષે વિશ્વમાં અંદાજીત 73 મિલિયન ગર્ભપાત થાય છે. તેનો અર્થ એ છે કે વર્લ્ડ લેવલે દર 1000 મહિલાએ 29 મહિલાઓના ગર્ભનો ગર્ભપાત થાય છે. આ દર 1990થી સમાન છે. 1990-94 અને 2015-19 વચ્ચે, ચીન અને ભારત સિવાયના દેશોમાં ગર્ભપાત કાયદેસર છે. આ દેશોમાં ગર્ભપાત દરમાં 43 ટકા ઘટાડો નોંધાયો છે.વિરોધાભાસ એ છે કે ગર્ભપાત પર કડક કાયદાવાળા દેશોમાં સરેરાશ ગર્ભપાતમાં 12 ટકાનો વધારો થયો છે. ગર્ભપાતના કાયદામાં સૌથી પહેલા સુધારો સોવિયત સંઘે કર્યો હતો. આ સુધારો નારીવાદી કોલાન્ટાઈને ઓક્ટોબર 1920માં મહિલાઓના સ્વાસ્થ્ય દેખરેખ પરની રજૂઆત પરથી પ્રેરિત હતો. સેન્ટર ફોર રિપ્રોડક્ટિવ રાઈટ્સ અનુસાર કુલ 24 દેશો એવા છે કે જ્યાં ગર્ભપાત પ્રતિબંધિત છે. લગભગ 42 દેશ કોઈ મહિલાનો જીવ બચાવવા માટે ગર્ભપાતને મંજૂરી આપે છે. 72 દેશ આગ્રહ પર 12 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપે છે. ભારત સહિત અનેક દેશ મહિલાઓની સામાજિક, આર્થિક સ્થિતિના આધારે ગર્ભપાતનો અધિકાર આપે છે. વર્તમાનમાં સુપ્રીમ કોર્ટમાં મહિલાના 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત અંગે સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી સુપ્રીમ કોર્ટની બે અલગ અલગ બેન્ચોમાં થઈ રહી છે જેમાં મહિલાની નિર્ણયશક્તિ અને પાયાગત સુવિધા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ ગર્ભાધાનનો પ્રભાવ મહિલાના આરોગ્ય, પારિવારીક સંબંધો, આર્થિક સ્થિતિ અને તબીબી સાર સંભાળ પર વિવિધ રીતે થશે. આ ઉપરાંત અનેક કારણો પણ મહિલાના ગર્ભપાતના નિર્ણયને અસર કરશે. આ નિર્ણયની સંકિર્ણતા જોતાં આ નિર્ણય લેવા માટે એક જ વ્યક્તિ યોગ્ય છે અને તે એટલે સ્વયં ગર્ભવતી મહિલા. જીવનનો અધિકાર અનેક હ્યુમન રાઈટ્સ ડોક્યુમેન્ટ્સમાં સચવાયેલો છે.
સર્વવિદિત છે કે જે દેશમાં ગર્ભપાતને કાયદેસર મંજૂરી નથી મળતી તે દેશમાં મહિલાઓ ગુપ્ત રીતે ગર્ભપાત કરાવે છે. આ રીતે ગર્ભપાત મેડિકલી અનસેફ છે જેનાથી મહિલાનો જીવ ખતરામાં મુકાય છે. માનવ અધિકારોનો એક મૂળભૂત સિદ્ધાંત લૈંગિક સમાનતા(જેન્ડર ઈક્વાલિટી)નો છે. દરેક માનવ અધિકાર આનંદ માટેના ભેદભાવથી મુક્ત છે. અંતે તો એ કાળજી રાખવી જોઈએ કે પ્રજનનનો વિકલ્પ મહિલાઓની વ્યક્તિગત સ્વતંત્રતા અંતર્ગત આવતો અભિન્ન અધિકાર છે. સુચિતા સિંહ વિરુદ્ધ ચંદીગઢ પ્રશાસન મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બાળક પેદા કરવું કે પેદા ના કરવું એ મહિલાનો અંગત, ગરિમામય અને શારીરિક અખંડતાનો અધિકાર છે જેનું સન્માન કરવું જોઈએ. પ્રજનનના વિકલ્પની પસંદગીનો અધિકાર ભારતના બંધારણની કલમ 21, વ્યક્તિગત સ્વતંત્રતા અંતર્ગત આવે છે. એમટીપી અધિનિયમમાં સુધારો સાચી દિશામાં લેવાયેલ એક પગલું છે, પણ એમટીપી કાયદો મહિલાઓના આદર્શથી બહુ દૂર છે. સપ્ટેમ્બર 2022માં ન્યાયાધીશ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે એક અપરણિત મહિલાને ગર્ભપાતની મંજૂરી આપી હતી જેને 24 અઠવાડિયાનો ગર્ભ હતો. આ મહિલાની સમંતિથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો. બેન્ચે સામાજિક પરિવર્તનને પ્રોત્સાહિત કરતા 'પરિવર્તનકારી સંવૈધાનિકતા'નો હવાલો આપ્યો હતો. અદાલતે મેડિકલ બોર્ડના ફેસલાને રદ કર્યો હોય તેવા ઉદાહરણો પણ છે. ભટૌ બોરો વિરુદ્ધ આસામ રાજ્ય(2017)માં ગૌહાટી હાઈ કોર્ટે મેડિકલ બોર્ડને એક સગીરા અને બળાત્કાર પીડિતના 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત સંબંધી સલાહ આપવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે અદાલતોએ એમટીપી અધિનિયમનું વિસ્તૃત અધ્યયન કર્યુ છે, ગર્ભપાતની મંજૂરી માટે એક બેન્ચમાર્ક સમાન 'foetal viability' (ભ્રુણમાં જીવ આવવો) ભારત માટે નવો છે. 1973માં રો વી વેડના અમેરિકન સુપ્રીમ કોર્ટના એક ઐતિહાસિક ચુકાદાએ ગર્ભપાતને બંધારણીય અધિકાર બનાવી દીધો, જેમાં ભ્રુણ જીવતં બને ત્યાં સુધીના સમય સુધી ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી. આ સમય એટલે જ્યારે ભ્રુણ ગર્ભમાં જીવ ધારણ કરે છે. 1973માં ભ્રુણને જીવંત બનવા માટેનો સમય 28 અઠવાડિયા(7 મહિના) નક્કી કરવામાં આવ્યો હતો. જે હવે વિજ્ઞાનની પ્રગતિને લીધે ઘટીને 23-24 અઠવાડિયા અંદાજિત 6 મહિના પર આવી ગયો છે. તેથી એ તર્ક આપવામાં આવ્યો છે કે ભ્રુણ જીવ ધારણ કરે તે એક મનમાન્યો માપદંડ છે. ભારતનો કાયદો 20 અઠવાડિયા બાદ ગર્ભપાતનો નિર્ણય લેવાની સત્તા મહિલાઓને નહીં પરંતુ ડૉક્ટર્સને આપે છે. જો કે આ બાબતને અદાલતમાં પડકારાઈ નથી, તેમ છતા મહિલાઓ દ્વારા છેલ્લા સમયમાં મહિલાઓ દ્વારા સતત અદાલતમાં ગર્ભપાત માટે પરવાનગી માંગવામાં આવે છે તે પરિવર્તનનો ઈશારો છો. પ્રજનન અધિકારો પર ભારતીય કાયદા વ્યવસ્થા ગર્ભના અધિકારોથી વધુ મહિલાઓના પસંદગીની સ્વાતંત્રતાના પક્ષમાં છે. 2005માં રાજસ્થાન હાઈ કોર્ટે 'નંદ કિશોર વિરુદ્ધ ભારત સંઘ' કેસમાં એમટીપી અધિનિયમની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજી ફગાવી દીધી હતી. રાજસ્થાન હાઈ કોર્ટે કહ્યું કે આ અરજીમાં ન જન્મેલા બાળક(ગર્ભ)ના જીવનના મૌલિક અધિકારનું ઉલ્લંઘન થાય છે. જો કે ન જન્મેલા બાળકના અધિકાર પરથી જ ગર્ભ પરિક્ષણને અટકાવતો કાયદો બનાવવામાં આવ્યો છે. આઈપીસીની કલમ 416માં ગર્ભવતી મહિલાને થયેલ મૃત્યુદંડની સજાને અટકાવવાનું પણ પ્રાવધાન છે. જો કે ગર્ભપાતની કાયદાકીય સ્થિતિ અનેક આયામે જુદી જુદી હોય છે. મોટાભાગના દેશો ભાગ્યે જ ગર્ભપાતની મંજૂરી આપતા હોય છે. વિશ્વના બે ડઝન દેશોએ ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. મોટાભાગના ઈન્ડસ્ટ્રીયલ કંન્ટ્રી વિના કોઈ પ્રતિબંધ આની પરવાનગી આપે છે. લગભગ 100 દેશોમાં આંશિક પ્રતિબંધ છે, સામાન્ય રીતે માત્ર સિમિત પરિસ્થિતિઓમાં જ ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે છે. જેમાં સામાજિક, આર્થિક તેમજ મહિલાના શારીરિક અને માનસિક આરોગ્યના જોખમો તેમજ ભ્રુણ સંબંધી વિસંગતિયોને પણ ધ્યાને લેવામાં આવે છે. જો કે ભ્રુણની હાનિકારકતા માટે કાયદાકીય ભાષા ધુંધળી પડી જાય છે. તેનાથી મેડિકલ પ્રોફેશનર્સ માટે કેટલાક કિસ્સાઓમાં ગર્ભપાત કાયદેસર છે કે નહીં તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે.
મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી એક્ટ 1971 દ્વારા ગર્ભપાતને કાયદેસર બનાવવાથી લઈને એમટીપી સુધારા અધિનિયમ, 2021 દ્વારા ગર્ભપાત થઈ શકે તે સમય સીમા સુધી સુધારા વધારાની શ્રેણી મહિલાઓના અધિકાર અને શારીરિક અધિકારોની સમજણ સાથે જોડાયેલી છે. અનેક પ્રગતિશીલ પરિવર્તનો છતાં, હજુ પણ આ કાયદામાં સુધારાની આવશ્યકતા છે. ઉદાહરણ તરીકે 20-24 અઠવાડિયાની સમય મર્યાદામાં ગર્ભપાત માટે સંકુચિત બનાવાયેલી શ્રેણીને વિસ્તૃત કરવાની જરુર છે. તેમજ 24 અઠવાડિયાથી વધુના સમય માટે ભારત જેવા દેશમાં અનેક વિસ્તારોમાં મેડિકલ બોર્ડ બનાવવું હાસ્યાસ્પદ થઈ રહેશે કારણ કે આ વિસ્તારોમાં એક ડૉક્ટર પણ ભાગ્યે જ ઉપલબ્ધ હોય છે. જો કે મેડિકલ પ્રેક્ટિશનર્સ અને જ્યુડિશિયલ પ્રેક્ટિશનર્સ બંનેના નિર્ણયનું સન્માન થાય તે સ્પષ્ટ હોવું જોઈએ. મહિલાનું આરોગ્ય એક વિચારણીય બાબત છે. વર્તમાનમાં ભારત સરકારે ભ્રુણના જન્મ લેવાની શક્યતાના મેડિકલ બોર્ડના રિપોર્ટને આધારે હસ્તક્ષેપ કર્યો હતો. જેને અરજીકર્તાના પક્ષને નબળો બનાવી દીધો અને ન્યાયાધીશ નાગરત્ના અને ન્યાયાધીશ કોહલીને અલગ કરી દીધા. અગાઉ તેમણે એક મહિલાને પોતાના શરીર પર અધિકાર છે તેમ કહીને ચુકાદો આપ્યો હતો. ગર્ભપાત પર પ્રતિબંધ એ મહિલાના આરોગ્ય ઉપરાંત તેના આનંદ માટેના અધિકાર પણ પર તરાપ મારવા બરાબર છે. અનવોન્ટેડ પ્રેગનન્સીના શારીરિક અને ભાવનાત્મક પરિણામો માત્ર મહિલાઓને જ સહન કરવા પડે છે. કેટલીક મહિલાઓને રક્તસ્ત્રાવ અથવા પ્રસુતિમાં કઠણાઈ જેવી તકલીફો થાય છે. આ સ્થિતિમાં મહિલાઓ માટે હાનિકારક ગર્ભાવસ્થા માટે ફરજ પાડવી જોખમી છે. જે મહિલાઓ માટે જરુરી એવી આરોગ્ય સેવાઓ ન પૂરી પાડવા જેવું છે. જેને લીધે મહિલાઓમાં એવી આરોગ્ય સમસ્યાઓ થાય છે જે પુરુષોને થતી નથી. લાંબા સમયથી ચાલ્યા આવતા સામાજિક માનદંડ જેમાં આપણા પરિવાર અને સમાજમાં મહિલાઓને પુરુષની આધિન ગણવામાં આવે છે તેનું ખંડન મહિલાઓને જાતિય તેમજ પ્રજનન સંબંધી સ્વતંત્રતા આપવાથી થાય છે. આ સ્વતંત્રતા મહિલાઓ માટે યોગ્ય એવા નિર્ણય લેવા માટે તેમણે સશક્ત બનાવે છે. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ મહિલાઓ માટે પસંદગીના વિકલ્પો પ્રત્યે સહાનુભૂતિ, સમજણ અને સમર્થનની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવી મહત્વપૂર્ણ છે. જેમાં સુરક્ષિત અને કાયદેસર ગર્ભપાત સેવાઓ મહિલાઓના સ્વતંત્રતાના મહત્વ અને સન્માન આપવાવાળી સામાજિક પ્રણાલિઓ સુધી પહોંચે તે આવશ્યક છે. આવો સમાજ માત્ર ન્યાયસંગત જ નહિ પરંતુ માનવીય પણ કહેવાશે. લૈગિંક સમાનતાનો માર્ગ દરેક વ્યક્તિના અધિકારોને સ્વીકારવા અને કાયમ રાખવાથી શરુ થાય છે.
- Surat Crime : વિકલાંગ યુવતીને લગ્નની લાલચે ફસાવી, ગર્ભપાત પણ કરાવ્યો પછી જ્ઞાતિવિષયક અપશબ્દો કહી તરછોડી
- Ahmedabad News: મનોદિવ્યાંગ યુવતી પર પિતાના મિત્ર દ્વારા દુષ્કર્મ, છ મહિનાની ગર્ભવતી થતાં ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી