- મનમોહન સિંહના પુત્રી દમન સિંહે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ટીકા કરી
- પોતાના પિતાની સારવાર દરમિયાનનો ફોટો શેર કરવા બાબતે કરી ટીકા
- મારા પિતા વૃદ્ધ છે. કોઈ ઝૂના જાનવર નથી: દમન સિંહ
ન્યૂઝ ડેસ્ક: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પુત્રી દમન સિંહે પોતાના પિતાની સારવાર દરમિયાનનો ફોટો શેર કરવા બાબતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ટીકા કરી હતી. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, "મારા પિતા હાલમાં મુશ્કેલીભરી પરિસ્થિતીમાંથી ગુજરી રહ્યા છે. તેઓ વૃદ્ધ છે. કોઈ ઝૂના જાનવર નથી."
-
Delhi: Union Health Minister Mansukh Mandaviya arrives to meet former Prime Minister & Congress leader Dr Manmohan Singh at All India Institute of Medical Sciences, Delhi
— ANI (@ANI) October 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Singh was admitted to AIIMS Delhi, yesterday pic.twitter.com/cjVhJvMQm4
">Delhi: Union Health Minister Mansukh Mandaviya arrives to meet former Prime Minister & Congress leader Dr Manmohan Singh at All India Institute of Medical Sciences, Delhi
— ANI (@ANI) October 14, 2021
Singh was admitted to AIIMS Delhi, yesterday pic.twitter.com/cjVhJvMQm4Delhi: Union Health Minister Mansukh Mandaviya arrives to meet former Prime Minister & Congress leader Dr Manmohan Singh at All India Institute of Medical Sciences, Delhi
— ANI (@ANI) October 14, 2021
Singh was admitted to AIIMS Delhi, yesterday pic.twitter.com/cjVhJvMQm4
મનમોહન સિંહના પત્નીએ ફોટો પાડવાની ના પાડી હતી
દમન સિંહે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "મારા પિતાની AIIMSમાં ડેન્ગ્યૂની સારવાર ચાલી રહી છે. હાલમાં તેમની તબિયત તો સ્થિર છે, પરંતુ રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે. જેના કારણે તેમના ખબર અંતર પૂછવા આવતા લોકો માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, આરોગ્ય પ્રધાન ખુદ પિતાના ખબર અંતર જાણવા માટે આવ્યા, તે સારી બાબત છે. જોકે, મારા માતા પિતા ફોટો પડાવી શકે તેવી પરિસ્થિતીમાં નથી. જેથી મારી માતાએ ફોટોગ્રાફરને બહાર મોકલવાનું પણ કહ્યું હતું. જેની અવગણના કરવામાં આવી હતી. આ બાબતથી તેઓ પણ વ્યથિત થઈ ગયા હતા."
સોશિયલ મીડિયા પર ભાજપ vs કૉંગ્રેસ
મનમોહન સિંહ સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાને ફોટો શેર કરતા થયેલા વિવાદ બાદ ટ્વિટર પર ભાજપ vs કૉંગ્રેસ મુકાબલો શરૂ થયો છે. ભાજપના સમર્થકોએ કોંગ્રેસના નેતાઓ દ્વારા બીમાર મનમોહન સિંહના ફોટો અપલોડ કરાયા હોવાના સ્ક્રીનશોટ્સ સાથે પ્રહારો કર્યા હતા. જ્યારે કોંગ્રેસના સમર્થકોએ આરોગ્ય પ્રધાનની આ મુલાકાતને 'ફોટો ઑપ' ગણાવ્યું હતું.
આકરી પ્રતિક્રિયા બાદ મનસુખ માંડવિયાએ ટ્વિટ ડિલીટ કર્યું
કેન્દ્રીય પ્રધાને શેર કરેલા ફોટોઝ પર લોકોએ આકરી ટીકા કરી હતી. જ્યારબાદ તેમણે ફોટોઝ ડિલીટ કર્યા હતા. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, AIIMSના તંત્રએ કઈ રીતે ફોટોગ્રાફરને અંદર જપવાની મંજૂરી આપી હશે. આ તો ઠીક છે, પરંતુ AIIMSના ડાયરેક્ટર ડૉ. ગુલેરિયા પણ કેન્દ્રીય પ્રધાને શેર કરેલા ફોટોઝમાં જોવા મળ્યા હતા.