- કોરોના વાઇરસના સંક્રમણને કારણે જિલ્લામાં 65 વર્ષીય વૃદ્ધ વ્યક્તિનું અવસાન થયું
- મૃતકની પુત્રી સળગતી ચિતામાં કૂદી ગઇ
- હોસ્પિટલમાં યુવતીની ચાલી રહી છે સારવાર
રાજસ્થાન : બાડમેર શહેરના સ્મશાન મંગળવારે એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. કોરોના વાઇરસના ચેપને કારણે જિલ્લામાં 65 વર્ષીય વૃદ્ધ વ્યક્તિનું અવસાન થયું હતું. જે બાદ મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન મૃતકની પુત્રી સળગતી ચિતામાં કૂદી ગઇ હતી.
આ પણ વાંચો - પતિનું મોત થતા પત્નીનું હૈયાફાટ રુદન
સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ
આ ઘટના બાદ હાજર લોકોએ ભારે જહેમતથી તેને બહાર કાઢી હતી અને તેને જિલ્લાની મેડિકલ કોલેજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, મહિલાએ 70 ટકાથી વધુ દાઝી ગઇ છે. હાલ હોસ્પિટલમાં આ યુવતીની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો - પૌત્રનો જીવ બચાવવા કોરોના સંક્રમિત દાદા-દાદીએ કરી આત્મહત્યા
પિતાના મૃત્યુ બાદ પુત્રીને આઘાત લાગ્યો
આ ઘટના બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ પરિવારના સભ્યોએ કોવિડ ગાઇડલાઇન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા. તે જ સમયે પિતાના મૃત્યુ બાદ પુત્રીને આઘાત લાગ્યો હતો અને તે ચિતામાં કૂદી ગઇ હતી.
આ પણ વાંચો - ભરૂચના કોવિડ સ્મશાનમાં પિતાની ચિતા સામે દીકરીનું હૈયાફાટ રૂદન