ETV Bharat / bharat

દરભંગા એરપોર્ટથી પહેલી ઉડાન દિલ્હી માટે રવાના, મિથિલાંચલના લોકોનું સપનું થયું સાકાર

રવિવારે બિહારના દરભંગા એરપોર્ટથી નાગરિક વિમાનન સેવાની શરૂઆત થઇ ચૂકી છે. વર્ષોથી અહીંના લોકો ઉડાનની સેવાની રાહ જોઇ રહ્યા હતા. જેનાથી દરભંગા એરપોર્ટથી દિલ્હી માટે સ્પાઇસજેટના વિમાને ઉડાન ભરતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Bihar's Darbhanga airport begins operation in connectivity boost for Mithila region

author img

By

Published : Nov 9, 2020, 1:07 PM IST

  • દરભંગા એરપોર્ટથી પહેલી ઉડાન દિલ્હી માટે રવાના
  • મિથિલાંચલના લોકોનું સપનું થયું સાકાર
  • સ્પાઇસજેટના વિમાને ઉડાન ભરતા લોકોમાં અનેરો ઉત્સાહ

દરભંગાઃ બિહારના દરભંગા એરપોર્ટથી નાગરિક વિમાનન સેવાની શરૂઆત થઇ ચૂકી છે. વર્ષોથી અહીંના લોકો ઉડાનની સેવાની રાહ જોઇ રહ્યા હતા. જેવી જ દરભંગા એરપોર્ટથી દિલ્હી માટે સ્પાઇસજેટના વિમાને ઉડાન ભરી કે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લગભગ 12 ને 30 મીનિટે દરભંગા એરપોર્ટથી દેશની રાજધાની દિલ્હી માટે સ્પાઇસ જેટના વિમાને ઉડાન ભરી હતી.

લોકોમાં ખુશીનો માહોલ

ઉડાન યોજના હેઠળ હવાઇ ચપ્પલવાળા પણ હવાઇ યાત્રા કરશે, રવિવારે સરકારની આ યોજનાની શરૂઆત મિથિલાંચલના લોકો માટે થઇ હતી. આ રીતે મિથિલાવાસીઓની માગ અને સપના આજે પુર્ણ થયા છે. વિમાનથી મુસાફરી કરતા લોકો ખૂબ જ ઉત્સાહિત હતા.

પહેલી ફ્લાઇટનું આ રીતે કરાયું સ્વાગત

બેંગ્લુરૂથી સ્પાઇસજેટની પહેલી ઉડાન સેવાના દરભંગા એરપોર્ટ પહોંચવા પર તેના પર પાણીનો વરસાદ કરી સલામી આપવામાં આવી હતી. બેંગ્લુરૂ- દરભંગા ઉડાનથી ઉતરનારા પ્રવાસીઓનું એરપોર્ટ પર પારંપારિક 'મિથિલા પાગ' (એક પ્રકારની ટોપી) અને માળા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં દરભંગાથી મિથિલા વિસ્તારના પ્રમુખ શહેરોમાંનું એક છે, દિલ્હી, મુંબઇ અને બેંગ્લુરૂ એમ ત્રણ શહેરો માટે ઉડાન સેવાની શરૂઆત કરવામાં આવી છે.

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીનું નિવેદન

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ 12 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે, છઠ પૂજા પહેલા નવેમ્બરના પહેલા અઠવાડિયામાં દરભંગા એરપોર્ટથી ઉડાન શરૂ થશે. પુરીએ બિહારના દરભંગા જિલ્લા અને ઝારખંડના દેવઘર જિલ્લામાં નિર્માણધીન એરપોર્ટની સમીક્ષા બાદ આ જાહેરાત કરી હતી.

પ્રવાસીએ ખુશી વ્યક્ત કરી

દરભંગા એરપોર્ટ પર ઉતરનારા એક પ્રવાસીએ કહ્યું કે, આ વાસ્તવમાં સારી શરૂઆત છે અને આશા છે કે, દરભંગા એરપોર્ટ પર પાયાની સુવિધાઓ તથા અન્ય સુવિધાઓમાં સુધાર થશે. મને આશા છે કે, અન્ય શહેરો માટે ઉડાન સેવા પણ જલ્દી જ શરૂ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.