ETV Bharat / bharat

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગના કારણે વન સંપત્તિને નુકસાન - ગોપેશ્વરના નવા બસ સ્ટેશન

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ હજી પણ બૂઝાઈ નથી. રાજ્ય સરકારે આગને બૂઝવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મદદ માગી છે. આ દરમિયાન ઘનૌલ્ટી, બેરીનાગ અને ચમોલીમાં પણ જંગલોમાં આગ લાગી છે. તો કોટદ્વારમાં પોલીસે ગામના પ્રધાનો અને ગામના રક્ષકો સાથે બેઠક કરી છે.

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગના કારણે વન સંપત્તિને નુકસાન

author img

By

Published : Apr 6, 2021, 10:18 AM IST

  • ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ બેકાબૂ બની
  • ચમોલી, બેરીનાગ, ઘનૌલ્ટી, કોટદ્વાર વિસ્તારમાં ફેલાઈ આગ
  • કંડીસૌડ તાલુકાની પોલીસ લોકોને જાગૃત કરી રહી છે

ઉત્તરાખંડઃ જંગલોમાં લાગેલી આગ બૂઝવવા માટે તમામ પ્રકારના પ્રયાસ ચાલી રહ્યા છે. આગના કારણે અહીં જિલ્લા અધિકારી ટિહરીના આદેશ પર કંડીસૌડ તાલુકાના પોલીસ અધિકારી ગંગાપ્રસાદ પેટવાલ મેંડખાલ વિસ્તારમાં આગને રોકવા અંગે લોકોને જાગૃત કરવા માટે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઉજ્જૈનની પાટીદાર હોસ્પિટલમાં આગ, 90થી વધુ દર્દીઓને શિફ્ટ કરાયા

કોટદ્વારમાં પોલીસે ગામના પ્રધાનો અને ગામના રક્ષકો સાથે બેઠક કરી

આગને બૂઝવવામાં વન વિભાગ નિષ્ફળ

પિથોરાગઢ જિલ્લાના જંગલોમાં છેલ્લા કેટલાક દિવસોથી લાગેલી આગને બૂઝવવામાં વન વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. જ્યારે કેટલાક સ્થળો પર તો લોકોના ઘર સુધી આગ પહોંચી ગઈ છે. રવિવારે મોડી રાતે તાલુકાની ઓફિસ સુધી આગ પહોંચી ગઈ હતી. જ્યારે ખિતોલી, ભરાડી, ત્રિપુરાદેવી, રાઈઆગર, દેવીનગર, ઉડિયારી બેન્ડ, જયનગર, પાંખુ સહિત અન્ય વિસ્તારોમાં પણ ઘણા દિવસોથી આગ લાગી છે.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડના જંગલોની આગ બૂઝવવામાં એરફોર્સનું હેલિકોપ્ટર મોકલાશે

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ બેકાબૂ બની

આગ લગાવનારા સામે કાર્યવાહી થશેઃ બેરીનાગ SDM

બેરીનાગમાં SDMના ઘરથી થોડીક જ દૂર જંગલોમાં આગ લાગતા જોતા SDM અજયપ્રતાપ સિંહ પોતાના પરિવારની સાથે આગ બૂઝવવા પહોંચ્યા હતા. કલાકો સુધી મહેનત કર્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. SDMએ જણાવ્યું કે, આગ લગાવનારા લોકો સામે કાર્યવાહી કરાશે.

ગોપેશ્વરના નવા બસ સ્ટેશન પાસે રહેણાંક મકાનો પણ આગની ઝપેટમાં આવ્યા

જિલ્લા મુખ્યાલય ગોપેશ્વરના નવા બસ સ્ટેશન પાસે રહેણાંક જગ્યા પાસે સોમવારે અચાનક આગ લાગી, જે રહેણાંક ઘરો તરફ અને ટ્રાન્સફોર્મર તરફ ઝડપથી ફેલાવવા લાગી. અહીં ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.