ETV Bharat / bharat

Dam Safety Bill 2019: રોડ સેફ્ટિ બિલ પર રાજ્યસભાએ મારી મહોર, 40 વર્ષ બાદ કાયદો બનાવવાનો રસ્તો મોકળો

લોકસભા બાદ હવે રાજ્યસભાએ ડેમ સેફ્ટી બિલ 2019 (dam safety bill 2019 passed in rajya sabha) પર પોતાની મહોર લગાવી દીધી છે. જળ શક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે (jal shakti minister gajendra singh shekhawat) કહ્યું કે, 40 વર્ષથી દેશમાં ડેમની સુરક્ષા માટે પ્રોટોકોલ (protocol for dam safety in india) તૈયાર કરવા પર ચર્ચા ચાલી રહી છે. આપણા 25 ટકા ડેમ 50 વર્ષથી વધુ જૂના છે. ડેમને સુરક્ષિત બનાવવા માટે આ બિલ પાસ કરવું જરૂરી છે.

Dam Safety Bill 2019: રોડ સેફ્ટિ બિલ પર રાજ્યસભાએ મારી મહોર, 40 વર્ષ બાદ કાયદો બનાવવાનો રસ્તો મોકળો
Dam Safety Bill 2019: રોડ સેફ્ટિ બિલ પર રાજ્યસભાએ મારી મહોર, 40 વર્ષ બાદ કાયદો બનાવવાનો રસ્તો મોકળો
author img

By

Published : Dec 2, 2021, 8:51 PM IST

  • 2 ઑગષ્ટ 2019ના લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું
  • ભારતના 25 ટકા ડેમ 50 વર્ષથી વધુ જૂના છે
  • ચીન અને અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ ડેમ કાર્યરત

નવી દિલ્હી: ડેમ સેફ્ટી બિલ 2019 (dam safety bill 2019 passed in rajya sabha) રાજ્યસભાની કાર્યવાહીના ચોથા દિવસે પસાર કરવામાં આવ્યું હતું. ડેમ સેફ્ટી બિલ 29 જુલાઈ 2019 (dam safety bill 2019)ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને 2 ઓગષ્ટ 2019ના રોજ પસાર થયું હતું.

25 ટકા ડેમ 50 વર્ષથી વધુ જૂના

રાજ્યસભામાં જળ શક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે (jal shakti minister gajendra singh shekhawat) કહ્યું કે, 40 વર્ષથી દેશમાં ડેમની સુરક્ષા માટે પ્રોટોકોલ (protocol for dam safety in india) તૈયાર કરવા પર ચર્ચા થઈ રહી છે. આપણા 25 ટકા ડેમ 50 વર્ષથી વધુ જૂના છે. ડેમને સુરક્ષિત બનાવવા માટે આ બિલ પાસ કરવું જરૂરી છે. રાજ્યસભામાં કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સભ્યોએ ડેમ સેફ્ટી બિલને રાજ્યોના અધિકારોમાં હસ્તક્ષેપ (interference in the rights of states) ગણાવીને સિલેક્ટ કમિટીને મોકલવાની માંગ કરી હતી.

બિલ બંધારણની જોગવાઇઓનો ભંગ કરીને લાવવામાં આવ્યું - શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ડેમ સેફ્ટી બિલ પર ચર્ચા (discussion on the dam safety bill 2021)માં ભાગ લેતાં કહ્યું હતું કે, આ બિલ બંધારણની જોગવાઈઓનો ભંગ કરીને લાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, બંધારણ મુજબ રાજ્યની અંદર ડેમનું નિર્માણ સંપૂર્ણપણે રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં (under the jurisdiction of the state government) આવે છે. તેમણે કહ્યું કે, જો 2 કે તેથી વધુ રાજ્યો તેમની વિધાનસભામાં 2 તૃતીયાંશથી વધારે બહુમતીથી ઠરાવ પસાર કરે છે અને કેન્દ્રને આ અંગે કાયદો બનાવવાની વિનંતી કરે છે, તો આવા ઠરાવ વિના કેન્દ્ર રાજ્યોના અધિકારોમાં (rights of the states) હસ્તક્ષેપ કરી શકે નહીં.

'નર્મદા ડેમના નિર્માણનો શ્રેય હું નથી લેતો'

ગોહિલે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ગુજરાત સરકારમાં પ્રધાન હતા ત્યારે નર્મદા ડેમનું નિર્માણ (construction of narmada dam) થયું હતું, પરંતુ તેનો શ્રેય તેઓ નથી લેતા. ગોહિલે કહ્યું કે, આ બિલ બંધારણ અને કાયદાની વિરુદ્ધ છે તેથી તેને સિલેક્ટ કમિટીને મોકલવું જોઈએ. તેમણે કહ્યું કે, જો કોર્ટ દ્વારા તેને બંધારણની વિરુદ્ધ ગણવામાં આવે છે, તો તે સમગ્ર ગૃહનું અપમાન હશે.

બિલ 2 રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના કરે છે

ઉલ્લેખનીય છે કે દેશભરમાં નિર્દિષ્ટ ડેમની દેખરેખ, નિરીક્ષણ, સંચાલન અને જાળવણી (dam supervision, inspection and management) માટે એક સંસ્થાકીય મિકેનિઝમ સ્થાપિત કરવાની માંગ કરતું બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. આ બિલ 2 રાષ્ટ્રીય સંસ્થાઓ- રાષ્ટ્રીય ડેમ સુરક્ષા કમિટી (national committee on dam safety india) અને રાષ્ટ્રીય ડેમ સુરક્ષા ઑથોરિટી (national dam safety authority india)ની સ્થાપના કરે છે. સમિતિનું કાર્ય ડેમ સલામતી ધોરણો સંબંધિત નીતિઓ ઘડવાનું અને નિયમનકારોને સલાહ આપવાનું છે.

ચીન અને અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ ડેમ કાર્યરત

ઓથોરિટીના કાર્યોમાં રાષ્ટ્રીય સમિતિની નીતિઓ (policy of the national committee)નો અમલ, રાજ્ય ડેમ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન્સને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને રાજ્ય ડેમ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન્સ (state dam safety organization in india) અને SDSO અને તે રાજ્યના ડેમ માલિકો વચ્ચેના વિવાદોનો ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે. ચીન અને અમેરિકા પછી ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે, જ્યાં 5,334 મોટા ડેમ કાર્યરત છે.

આ પણ વાંચો: Parliament Winter Session 2021: લોકસભાની કાર્યવાહી ચાલુ, રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ

આ પણ વાંચો: Parliament winter session 2021: સંસદ ભવનના રૂમ નંબર 59માં લાગી આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.