- ચક્રવાત યાસે ડરાવ્યા લોકોને
- અમ્ફાનની યાદ થઇ તાજા
- વડાપ્રધાન મોદીએ કરી સમીક્ષા
નવી દિલ્હી: ચક્રવાત યાસ ઓડિશાના પારાદીપ અને સાગર આઇલેન્ડ વચ્ચેના બીચ પર ટકરાશે. ચક્રવાત યાસના લેન્ડપોલ પહેલાં અસરગ્રસ્ત વિસ્તારોમાં વિસ્તૃત તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ જોતા રવિવારે PM મોદીએ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે રાજ્યો સાથે સંકલનમાં કામ કરવા નિર્દેશ આપ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલયએ કહ્યું કે, NDRF રાજ્યની એજન્સીઓને લોકોને સલામત સ્થળોએ ખસેડવાની તૈયારી કરવામાં મદદ કરી રહ્યું છે અને ચક્રવાતને લગતી પરિસ્થિતિને પહોંચી વળવા સમુદાયમાં જાગૃતિ લાવવા માટે સતત અભિયાન ચલાવી રહ્યું છે.
બેઠક બાદ PM મોદીએ કર્યું ટ્વીટ
PM મોદીએ ચક્રવાત 'યાસ'થી બચવા ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે દરિયાઇ પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ લઈ જવાની સૂચના આપી હતી. બેઠક પછી, PM મોદીએ ટ્વીટ કર્યું કે, તેમણે લોકોને સમયસર સલામત સ્થળોએ પહોંચાડવા અને પાવર અને કમ્યુનિકેશન નેટવર્કને નડશે નહીં તેની ખાતરી કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'મેં એ સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો કે ચક્રવાતને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોવિડ-19 દર્દીઓની સારવારમાં વિક્ષેપ ન આવે. હું સૌની સલામતી અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.
આ પણ વાંચોઃ યાસ વાવાઝોડા અંગે PM મોદીએ બેઠક યોજી પૂર્વતૈયારીઓની કરી સમીક્ષા
કોરોના રસીકરણમાં અવરોધ નહીં
કોવિડ -19 સારવાર અને હોસ્પિટલોમાં રસીકરણ વિક્ષેપિત ન થાય તે સુનિશ્ચિત કરવા વડાપ્રધાન મોદીએ અધિકારીઓને રાજ્ય સરકારો સાથે યોગ્ય સંકલન સ્થાપિત કરવા નિર્દેશ આપ્યો હતો.
મુશળધાર વરસાદ અને વાવાઝોડાની શક્યતા
ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે, બંગાળની ખાડીમાં દબાણવાળું ક્ષેત્ર ચક્રવાતી તોફાન 'યાસ'માં ફેરવાશે અને 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠે પહોંચશે અને તે દરમિયાન 155થી 165 કિ.મીની ઝડપે પવનની ગતિ પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ અને તોફાન / વાવાઝોડાની સંભાવના છે.
પરિસ્થિતિ પર ગૃહમંત્રાલયની નજર
પ્રધાનમંત્રી કાર્યાલયએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ નવીનતમ આગાહી સાથે તમામ રાજ્યો માટે નિયમિત બુલેટિન જારી કરી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગૃહ મંત્રાલય પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે અને રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંબંધિત કેન્દ્રિય એજન્સીઓના સંપર્કમાં છે.
NDRFની ટીમો તૈનાત
પ્રધાનમંત્રી કાર્યાલયએ જણાવ્યું છે કે, તેમણે પહેલાથી જ રાજ્યના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનોને તમામ રાજ્યોમાં રવાના કરી દીધા છે અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 46 ટીમો તૈનાત કરી દીધી છે. જેમાં બોટ, વૃક્ષ કાપવાના યંત્રો અને ટેલિકમ્યુનિકેશન્સના સાધનો સામેલ છે. આ ઉપરાંત રવિવારે 13 ટીમોને એરલાઇટ કરવામાં આવી રહી છે અને 10 ટીમો તૈયાર રાખવામાં આવી છે.
લશ્કરી એકમો પણ એલર્ટ
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ કહ્યું કે ભારતીય કોસ્ટગાર્ડ અને નૌકાદળ દ્વારા રાહત, શોધ અને બચાવ કામગીરી માટે વહાણો અને હેલિકોપ્ટર તૈનાત કરાયા છે, જ્યારે ભારતીય વાયુ સેના અને સૈન્યના ઇજનેર વર્કફોર્સ યુનિટ્સ અને બોટ અને બચાવ ઉપકરણો તહેનાત માટે તૈયાર રાખવામાં આવ્યા છે. PMOએ જણાવ્યું હતું કે, પશ્ચિમ કાંઠે આપત્તિ રાહત એકમો અને માનવતાવાદી સહાયની સાથે 7 હોળી પણ તૈયાર રાખવામાં આવી છે.
ડિઝાસ્ટર રિસ્પોન્સ સિસ્ટમ્સ સક્રિય
પ્રધાનમંત્રી કાર્યાલયે અન્ય મંત્રાલયોના પ્રયાસોની રૂપરેખા આપતા કહ્યું કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દરિયામાં તેલના તમામ સ્થાપનોને સુરક્ષિત રાખવા અને તેમના જહાજોને સલામત બંદરો પર લાવવા પગલાં લીધાં છે. ઉર્જા મંત્રાલયે આપત્તિ પ્રતિક્રિયા પ્રણાલીને સક્રિય કરી દીધી છે અને તાત્કાલિક શક્તિની પુનઃસ્થાપના માટે ટ્રાન્સફોર્મર, ડીજી સેટ અને અન્ય ઉપકરણો તૈયાર રાખ્યાં છે.
ટેલિકોમ મંત્રાલય દ્વારા સલાહ-સૂચનો શરૂ
તેમણે કહ્યું કે ટેલિકોમ મંત્રાલય તમામ ટેલિકોમ ટાવર્સ અને એક્સચેન્જો પર સતત નજર રાખી રહ્યું છે અને ટેલિકમ્યુનિકેશન નેટવર્કની પુનઃસ્થાપના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આરોગ્ય ક્ષેત્રની તૈયારી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં કોવિડ-19 વિરુદ્ધ લડવા પગલાં લેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સલાહ-સૂચનો જારી કર્યા છે.
'યાસ'નું એલર્ટ
યાસ તોફાન માટે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે. આ તોફાનનું નામ ઓમાને આપ્યું છે અને યાસનો મતલબ નિરાશા થાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં દબાણવાળા ક્ષેત્રની રચના થઈ શકે છે. જે ધીરે ધીરે ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે.
વિનાશ લાવી શકે છે
યાસનો અર્થ નિરાશા છે અને હવામાન વિભાગનું માનવું છે કે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યારે યાસ તોફાન આવે ત્યારે વિનાશ સર્જાય શકે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં તોફાનથી સર્જાયેલી વિનાશની તસવીરો બધાએ જોઇ છે. તૌકતેના કારણે જાન-માલ બન્નેનું નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યાસ તોફાનની તીવ્રતા ગત વર્ષે અમ્ફાનની જેમ હોઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જો 22 મેના રોજ બંગાળની ખાડીમાં દબાણવાળા ક્ષેત્રની રચના કરવામાં આવે તો પ્રારંભિક તબક્કામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
'અમ્ફાન'ની યાદો ભયાનક છે
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મે મહિનામાં ચક્રવાત અમ્ફાને બંગાળ અને ઓડિશા બન્ને રાજ્યોમાં ભારે નુકસાન કર્યું હતું. આવી સ્થિતિમાં, યાસના આવવાથી બન્ને રાજ્યોમાં અમ્ફાનની યાદ તાજા થઇ છે. વાવાઝોડાની ચેતવણીને ધ્યાનમાં રાખીને બન્ને રાજ્યોની સરકારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન વિભાગના એલર્ટ પછી અનેક પગલા લેવામાં આવ્યા છે. લોકોને દરિયાકાંઠાના વિસ્તારો અને માછીમારોને સમુદ્રમાં ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.