ETV Bharat / bharat

સાઈક્લોન 'યાસ' 26 મેના રોજ ઓડિશામાં પટકવાની સંભાવના - ઓડિસા-પશ્ચિમ બંગાળ ન્યૂઝ

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ સાઈક્લોન 'યાસ' ને લઈને એક વધારે એલર્ટ જાહેર કર્યું છે. આ સાઈક્લોન ભારતના પૂર્વ તટ પર 26-27 મેના રોજ પહોંચવાની સંભાવના છે. આ પહેલા ઓડિશામાં 25 મેથી વરસાદ થવાનું અનુમાન છે.

સાઈક્લોન 'યાસ' 26-27 મેના રોજ ભારતના પૂર્વ તટ પર પહોંચવાનું અનુમાન

author img

By

Published : May 20, 2021, 1:14 PM IST

  • સાઈક્લોન 'યાસ' 26-27 મેના રોજ ભારતના પૂર્વ તટ પર પહોંચવાનું અનુમાન
  • 72 કલાકમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે
  • સંભવિત ચક્રવાત અંગે યોજી બેઠક

ભુવનેશ્વર: પશ્ચિમ કાંઠે ગંભીર સાઈક્લોન તૌકતે આવ્યા પછી અન્ય એક સાઈક્લોન 'યાસ' 26-27 મેના રોજ ભારતના પૂર્વ તટ પર પહોંચવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે 22 મેના રોજ ઉત્તર અંદમાન સમુદ્ર અને પૂર્વ મધ્ય બંગાળ ઉપર નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થવાની સંભાવના છે, જે ત્યારબાદના 72 કલાકમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.

આ પણ વાંચો: તૌકતે સામે ગીરના સિંહ અડીખમઃ તકેદારી સાથે જળપ્રવાહ પાર કરતો સિંહ પરિવાર, જૂઓ વીડિયો

26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે

હવામાન વિભાગના ચક્રવાત ચેતવણી વિભાગે જણાવ્યું હતું કે, તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે છે.

વિભાગ અનુસાર, ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ અને મેઘાલયમાં 25 મેથી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ પછી વરસાદ વધુ તીવ્ર બનશે.

આ પણ વાંચો: તૌકતેની તબાહી: ધનવંતરી કોવિડ હોસ્પિટલની બાજુમાં જ ભરાયું તળાવ, આસપારમાં ઝાડ પણ પડ્યા

10 જિલ્લાના કલેક્ટર સાથે કરી ચર્ચા

ચક્રવાતની ચેતવણી આપ્યા બાદ ઓડિશાએ તેની સાથે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઓડિશાના વિશેષ રાહત કમિશનરે NDRF, ODRF, ઓડિશા પોલીસ અને ફાયર સર્વિસિસ વિભાગ સાથે સંભવિત ચક્રવાત અંગે બેઠક યોજી હતી.

10 જિલ્લાના કલેક્ટર, SP, ફાયર અધિકારીઓ, ADMના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.