ETV Bharat / bharat

Cyclone Biparjoy: માત્ર ગુજરાત જ નહીં આ રાજ્યો ઉપર પણ ભારે વરસાદનું મોટું જોખમ - Gujarat Rainfall

ચક્રવાત બિપરજોયની ગતિ ધીમે ધીમે વધી રહી છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ એ ફંટાઈ શકે છે. આવનારા 24 કલાકમાં આ ચક્રવાત રૌદ્ર રૂપ ધારણ કરી શકે છે. જેના કારણે માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યને પણ અસર થવાની પૂરી શક્યતાઓ દેશના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

Cyclone Biparjoy: માત્ર ગુજરાત જ નહીં આ રાજ્યો ઉપર પણ ભારે વરસાદનું મોટું જોખમ

author img

By

Published : Jun 11, 2023, 12:18 PM IST

નવી દિલ્હીઃ હવામાન ખાતાએ રવિવારે સવારે એક રીપોર્ટ થકી જણાવ્યું હતું કે, ચક્રવાત બિપરજોય ગોવા, મહારાષ્ટ્રના મહાનગર મુંબઈ અને ગુજરાતના શહેર પોરબંદરને માઠી અસર પહોંચાડી શકે છે. જેના કારણે ભારેથી અતિ ભારે માત્રામાં વરસાદ પડી શકે છે. જેની શરૂઆત હળવા વરસાદથી થઈ શકે છે. અરબ સાગરમાં આગળ વધી રહેલા બિપરજોયને ધ્યાને લઈને ગુજરાતના કાઠાળાના તમામ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી તંત્ર યુદ્ધના ધોરણે દિવસરાત કામ કરી રહ્યું છે.

અન્ય રાજ્યમાં અસરઃ બિપરજોયને કારણે દેશના પશ્ચિમ ભાગમાં આવેલા તમામ રાજ્યોના હવામાનમાં એકાએક પલટો આવી શકે છે. જેમાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. જોકે, અમુક અંશે દિલ્હીને પણ અસર થવાની પૂરી સંભાવના છે. બીજી બાજું મોનસુન પણ નોર્થઈસ્ટ બાજું આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, મણિપુર, મિઝોરમ જેવા રાજ્યમાં જોરદાર વરસાદ પડી શકે છે. આઠ જૂનના રોજ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ હતી.

આ રાજ્યમાં વરસાદઃ કેરળ અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડી શકે છે. દેશના હવામાન વિભાગે તારીખ 11થી 13 જૂન સુધી દેશના મેદાની પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે. જ્યારે રાજસ્થાનમાં પણ વરસાદ પડી શકે છે. રાજસ્થાનના મહાનગર જયપુરમાં તારીખ 11થી 15જૂનની વચ્ચે જોરદાર વરસાદ પડી શકે છે. રાજસ્થાન સુધી ચોમાસું માહોલ જોવા મળી રહ્યો છે. જયપુર, જોધપુર અને ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. શનવાર સુધી રાજસ્થાનમાં લૂનો અહેસાસ થયો હતો. ખાસ કરીને દક્ષિણ રાજસ્થાન અને પશ્ચિમ ભાગમાં વરસાદ પડી શકે છે. બીજી બાજું મહારાષ્ટ્રના મુંબઈ, રાયગઢ, રત્નાગીરી તથા સિંધુદુર્ગ જિલ્લામાં પણ વરસાદ થઈ શકે છે.

  1. Cyclone Biparjoy:રાજ્યના તમામ બીચ પર પ્રતિબંધ, દ્વારકા-જામનગર અને જખૌ પર જોખમ વધુ
  2. IMD Forecast Biparjoy: આગામી 24 કલાક દરમિયાન વધુ તીવ્ર બનશે "ચક્રવાત બિપરજોય"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.