ETV Bharat / bharat

Cybercrime Menace : સાયબર અપરાધનું જોખમ વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા ધૂંધળી બનાવી રહ્યું છે - અમિત શાહ

એક સર્વેમાં સામે આવ્યું છે કે એક જ વર્ષમાં વિશ્વભરમાં 35 કરોડ સાયબર ક્રાઈમ પીડિતોમાંથી 13 કરોડ ભારતીય હતાં. ભારતભરમાં સાયબર ગુનાહિત પ્રવૃતિઓમાં થયેલો આ વધારો નિર્વિવાદ એ બાબતનો પુરાવો આપે છે કે આ કટોકટી માત્ર ભવિષ્યની ચિંતા નથી પરંતુ એક ગંભીર મુદ્દો છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

Cybercrime Menace : સાયબર અપરાધનું જોખમ વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા ધૂંધળી બનાવી રહ્યું છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 3:22 PM IST

હૈદરાબાદ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અગાઉ એક કડક ચેતવણી જારી કરી હતી. જેમાં તેમણે આપણા દેશમાં સાયબર ક્રાઇમના વર્તમાન અને વધતા જતા જોખમને હાઇલાઇટ કર્યું હતું. દેશભરમાં સાયબર ક્રિમિનલ પ્રવૃત્તિઓમાં વધારો એ નિર્વિવાદ પુરાવો પૂરો પાડે છે કે આ કટોકટી માત્ર ભવિષ્યની ચિંતા નથી. પરંતુ તાત્કાલિક ધ્યાન આપવાની માંગણી કરતો એક અણનમ મુદ્દો છે. આ જોખમને પહોંચી વળવા માટે ખાસ કરીને સાયબર અપરાધીઓને ટાર્ગેટ કરીને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન ( સીબીઆઈ ) એ ગયા વર્ષે ' ઓપરેશન ચક્ર ' તરીકે ઓળખાતી વ્યાપક રાષ્ટ્રવ્યાપી કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન સીબીઆઈએ સમગ્ર દેશમાં 115 સ્થળોએ તપાસ હાથ ધરી તેના પરિણામો નોંધનીય બન્યાં હતાં. ઉદાહરણ તરીકે માત્ર રાજસ્થાનમાં જ દોઢ કરોડ રૂપિયાની રોકડ અને અડધો કિલોગ્રામ સોનું મળી આવ્યું હોવાના અહેવાલો સાયબર અપરાધીઓની બેશરમી ખુલ્લી પાડે છે. બીજા એક સમાચારમાં બહાર આવ્યું હતું કે એક ગેંગ સામે ક્રિપ્ટોકરન્સીની આડમાં રુપિયા 100 કરોડ રુપિયા જેવી તગડી રકમની ઉચાપત કરી હતી. વધુમાં એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવા વૈશ્વિક ટેક જાયન્ટ્સના અહેવાલોએ એક ગંભીર વાસ્તવિકતા તરફ ધ્યાન દોર્યું છે કે ભારતમાં અમુક વ્યક્તિઓ વિસ્તૃત યોજનાઓનું આયોજન કરી રહી છે, જે મુખ્યત્વે છેતરપિંડીની પ્રવૃત્તિઓ માટે વિદેશીઓને લક્ષ્ય બનાવી રહી છે. ઈન્ટરપોલ, એફબીઆઈ, રોયલ કેનેડિયન પોલીસ અને ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા શેર કરાયેલી ગુપ્ત માહિતીએ સાયબર અપરાધીઓ દ્વારા સતત થતા નાણાકીય કૌભાંડોની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું છે. આ ગુનાહિત નેટવર્કની વ્યાપક પહોંચ ' ઓપરેશન ચક્ર-2 ' ના અનુગામી તબક્કાના ભાગરૂપે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને તમિલનાડુ સહિત અગિયાર રાજ્યોમાં કરવામાં આવેલી તપાસ કામગીરી પરથી સ્પષ્ટ થાય છે. ઉલ્લેખનીય છે કે પૂણે અને અમદાવાદમાં તાજેતરની કેટલીક ઘટનાઓ બહાર આવી જેમાં ખુલાસો થયો હતો કે સાયબર અપરાધીઓનો પ્રાથમિક ભોગ બનનારાઓમાં અમેરિકન અને બ્રિટિશ નાગરિકો હતાં. આ બાબત ગંભીર પરિવર્તન તરફ ધ્યાન દોરે છે. સિંગાપોર, જર્મની, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના પોલીસ વિભાગો સાથે ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓ અને તેમના આંતરરાષ્ટ્રીય સમકક્ષો વચ્ચેના સહયોગે આ સાયબર ગેંગની પહોંચ કેટલી વ્યાપક બની ગઇ છે તે ખુલ્લું પાડ્યું છે. આ સાયબર અપરાધોનો ભારત દેશની સરહદોની બહાર પહોંચ્યો છે તેની અસર ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને કલંકિત કરે છે.

પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુર દ્વારા હાથ ધરવામાં આવેલા એક વ્યાપક અભ્યાસમાં જૂન 2023 સુધીના સાડા ત્રણ વર્ષના ડેટાને સમાવિષ્ટ કરી સ્થાનિક સાયબર ક્રાઇમના ભયજનક હકીકતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ચોંકાવનારી રીતે નાણાકીય છેતરપિંડીના નોંધાયેલા કેસોમાંથી 75 ટકા કેસમાં સાયબર ક્રાઇમ પ્રભાવશાળી ઘટક તરીકે સામે આવ્યો હતો. આ આંકડામાં એક ચિંતાજનક ઘટસ્ફોટ એ હતો કે આમાંથી લગભગ અડધી ઘટનાઓ UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) અને ઓનલાઈન બેંકિંગ સેવાઓ સાથે જોડાયેલી હતી. આ એક ચિંતાજનક વલણને દર્શાવે છે જેમાં રીઢા સાયબર અપરાધીઓ છેતરપિંડી પ્રવૃત્તિઓ ચલાવવા અસંદિગ્ધ વ્યક્તિઓને ભોગ બનાવવા માટે મોબાઇલ ફોન અને કમ્પ્યુટરનો વર્ચ્યુઅલ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરે છે. આ એક ચિંતાજનક વલણને છતું કરે છે જેં ધીટ સાયબર અપરાધીઓ છેતરપિંડી આચરવા, સામાન્ય લોકોને ભોગ બનાવવા માટે મોબાઇલ ફોન અને કમ્પ્યુટરનો વર્ચ્યુઅલ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરે છે. અભ્યાસમાં આઝમગઢ, અમદાવાદ, સુરત, ભરતપુર અને ચિત્તોડ જેવા નોંધપાત્ર સ્થળો સહિત નવ રાજ્યોના 36 શહેરોમાં સાયબર અપરાધિક પ્રવૃત્તિઓની સાંકળોની પણ ઓળખ કરવામાં આવી છે. આ યાદીમાં તાજેતરનો ઉમેરો થયેલો નૂહ છ મહિના પહેલા ચર્ચામાં આવ્યો હતો જ્યારે હરિયાણાના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 5,000 કાયદાનો અમલ કરતાં કર્મચારીઓને સંડોવતા એક વિશેષ ઓપરેશનમાં 125 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં 65ની ઓળખ રીઢા ગુનેગારો તરીકે થઈ હતી. આ સંગઠિત જૂથો દેશભરમાં 28,000થી વધુ સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા હતાં જેના પરિણામે 100 કરોડથી વધુની ચોરી થઈ હતી. આ હકીકતનું એ રીતે વધુ સ્પષ્ટ બને છે કે અગાઉના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે એક જ વર્ષમાં વિશ્વભરમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર 35 કરોડ પીડિતોમાંથી 13 કરોડ ભારતીયો હતાં. આ વધતા જતા જોખમને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ પહેલા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ( NCRP )શરુ કર્યું હતું જે નાગરિકોને તેમના ઘરમાં આરામથી સાયબર અપરાધના જોખમોની જાણ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. જો કે એક મોટી ચિંતા એ હકીકત પરથી સામે આવે છે કે 27 રાજ્યોમાં ચોંકાવનારા એક ટકા કરતા પણ ઓછા આની મૂળભૂત માહિતી ધરાવે છે તેમ અહેવાલોમાં નોંધાયું હતું જે પોલીસ તંત્રની પ્રણાલીગત ખામી પર પ્રકાશ પાડે છે. ઘરેલુ સાયબર ક્રિમિનલ પ્રવૃત્તિઓનો વધતો જતો વ્યાપ અસંખ્ય સામાન્ય લોકોને ભોગ બનાવી તેમના જીવનને અસંખ્ય નુકસાન પહોંચાડ્યું છે. વધુમાં, ભારતમાં કામ કરી રહેલા ઈન્ટરનેટ સ્કેમર્સના નિરંકુશ ફેલાવાથી વૈશ્વિક મંચ પર દેશની પ્રતિષ્ઠા પર ડાઘ લગાડે છે. આ જોખમને અસરકારક રીતે ઓછું કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે અતૂટ સહયોગ જરૂરી છે. જે સાયબર આતંકવાદ સામે લડવા માટે સુસજ્જ રાષ્ટ્રીયસ્તરના સંયુક્ત દળની સ્થાપના માટે સુમેળભર્યા પ્રયાસો માટેનો આધાર છે. આવા વ્યાપક સહકાર દ્વારા જ ભારત પોતાની સીમાની અંદર સાયબર ક્રાઈમના વધતા જતા અપરાધોને અસરકારક રીતે કાબૂમાં લેવાની આશા રાખી શકે છે.

લેખક : કેએલએન પ્રણવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.