નવી દિલ્હીઃ નોઈડામાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આજે જ નોઈડાના સેક્ટર 104માં સરાજાહેર, ધોળા દિવસે ગોળીબાર કરવામાં આવ્યો છે. બાઈક પર આવેલા ત્રણ આરોપીઓએ એક યુવક પર ગોળીબાર કર્યો છે. આ ઘટનાથી સ્થાનિકો તો ઠીક પરંતુ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. પોલીસ અધિકારીઓ હાંફળા ફાંફળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ આ ગોળીબાર વિશે વધુ તપાસ હાથ ધરી રહી છે.
નોઈડાના સૌથી પોશ ગણાતા વિસ્તાર સેક્ટર 104માં આ ગોળીબારની ઘટના ઘટી છે. જેમાં જીમ જવા માટે આવેલા યુવક પર ત્રણ બાઈક સવારોએ ધડાધડ ગોળીઓ છોડી હતી. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતક યુવાનનું નામ સૂરજમાન હતું અને તે એર ઈન્ડિયામાં ક્રુ મેમ્બર હતો. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને તપાસ કરી રહ્યા છે. ફોરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવી લેવાઈ છે. ગોળીબાર કેમ કરવામાં આવ્યો તેનું કારણ અને ગોળીબાર કરનાર આરોપીઓને પોલીસ શોધી રહી છે. સમગ્ર ઘટના સ્થળનું સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ તેમજ લોકોની પુછપરછ કરી રહી છે.
આ ગોળીબારમાં મૃતક યુવાન એનીટાઈમ ફિટનેસ સેન્ટરમાં કસરત માટે આવ્યો હતો. ગોળીબારમાં ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ યુવક સેક્ટર 100ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં રહેતો હતો. મૃતક યુવાનનું નામ સૂરજમાન હતું અને તે એર ઈન્ડિયામાં ક્રુ મેમ્બર હતો.