- કોરોનાની રસીનું ત્રીજો તબક્કાનું અભિયાન 1 મેથી શરૂ
- ત્રીજા તબક્કામાં 18 વર્ષથી વધૂ વયના લોકોનું રસીકરણ કરાશે
- કોવિન પોર્ટલ પર આ વયમર્યાદાવાળા લોકો પોતાને નોંધણી કરાવી શકે
નવી દિલ્હી : કોરોનાની રસીનું ત્રીજો તબક્કાનું અભિયાન 1 મેથી શરૂ થઈ રહ્યું છે. આમાં 18 વર્ષથી વધૂ વયના લોકોનું રસીકરણ કરવામાં આવશે. આ માટે કોવિન પ્લેટફોર્મ અને આરોગ્ય સેતુ એપ્લિકેશન પર 28 એપ્રિલ 2021થી નોંધણી શરૂ થશે. આ વયમર્યાદાવાળા લોકો કોવિન પોર્ટલની મુલાકાત લઈને પોતાને નોંધણી કરાવી શકે છે.
નોંધણીની અફવા વિશે MY GOV INDIAએ ટ્વીટ કર્યું
18 વર્ષથી વધૂ ઉંમરના લોકો માટે નોંધણીની તારીખને લઇને અફવાઓ ફેલાઇ રહી છે કે, આ માટે નોંધણી 24 એપ્રિલથી શરૂ થવાની છે. આ અફવા વિશે MY GOV INDIAએ ટ્વીટ કર્યું છે કે, તેણે 18 વર્ષથી વધૂ ઉંમરના રસીકરણ માટેની રજિસ્ટ્રેશનની તારીખ અંગે ઉભા કરેલી અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં, 24 એપ્રિલથી નહિ પરંતુ કોવિન પ્લેટફોર્મ અને આરોગ્ય સેતુ એપ્લિકેશન પર 28 એપ્રિલથી નોંધણી શરૂ થશે.
આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાએ સદી ફટકારી, પ્રથમ વખત નવા રેકોર્ડબ્રેક 104 કેસ નોંધાયા
કોરોના વાયરસની રસી લાગુ કરવા માટે હજી સુધી કોઈ સ્પષ્ટ આદેશ નહિ
18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વાયરસની રસી લાગુ કરવા માટે હજી સુધી કોઈ સ્પષ્ટ આદેશ નથી. કેન્દ્ર સરકાર વતી કહેવામાં આવ્યું છે કે, પ્રોટોકોલ અંગેની માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. જોકે, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મફત રસીકરણની જાહેરાત કરી છે.
18 વર્ષથી ઉપરના લોકોને પણ 1 મેના રોજ રસી અપાશે
તાજેતરના દિવસોમાં, ઘણા રાજ્યોના મુખ્યપ્રધાનોએ માંગ કરી હતી કે, કોરોના રસીની નિયત વયમર્યાદા ઘટાડવામાં આવે. આવી સ્થિતિમાં સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં ફક્ત 45 વર્ષથી ઉપરના લોકોને રસીનો ડોઝ આપવામાં આવતો હતો. પરંતુ હવે 18 વર્ષથી ઉપરના લોકોને પણ 1 મેના રોજ રસી આપવામાં આવશે. રસીકરણ કેન્દ્રમાં લોકોએ તેમનું આધારકાર્ડ લેવાનો રહેશે. ત્યારબાદ તેમને રસીનો ડોઝ આપવામાં આવશે.
દેશમાં રસીની કંપનીઓને પ્રોત્સાહિત અપાશે
ભારત સરકારના મતે, રસીકરણ અભિયાનનો આ ત્રીજો તબક્કો હશે. વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં આ સંદર્ભે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણય રસીના ભાવ રસી લાગુ કરવા માટેનો પ્રોટોકોલ અને રસી મેળવવાની ક્ષમતાના સંબંધમાં લેવામાં આવ્યો છે. દેશમાં રસીની કંપનીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી રસીનું ઉત્પાદન વધારવામાં આવે.
45 વર્ષથી ઉપરના લોકો માટે પણ રસીકરણ અભિયાન ચાલુ
રસી ઉત્પાદક કંપનીઓને રાજ્યોમાં 50 ટકા પૂરવઠો પૂરો પાડવા માટે સત્તા આપવામાં આવશે. આ ઉપરાંત ખૂલ્લા બજારમાં પૂર્વ નિર્ધારિત ભાવે રસી આપવાની પણ વાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, 45 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ અભિયાન પણ ચાલુ રહેશે.