નવી દિલ્હી: 15-18 વર્ષની વયજૂથના બાળકો(Corona Vaccine for Children) માટે કોરોનાની રસી લેવા માટે લાયક બન્યા છે. 3 જાન્યુઆરીથી દેશના 38 હજારથી વધુ રસીકરણ કેન્દ્રો પર બાળકોને કોરોનાની રસી(Children Covid Vaccination Centre) મળવાનું શરૂ થશે. કોવિન એપ (CoWIN App Children Covid Vaccine Registration) પર 15-18 વર્ષની વય જૂથના 6.70 લાખથી વધુ બાળકો નોંધાયેલા છે. રસીકરણ માટે બાળકો(Covaxin for Children) માટે માત્ર કોવેક્સિનનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.
રસીકરણ બાદ રિટર્ન ગિફ્ટ
દિલ્હીના તિલક નગરમાં 15-18 વર્ષની વય જૂથના બાળકોના રસીકરણ માટે એક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. રસીકરણ કેન્દ્રના ઈન્ચાર્જ ડૉ. સમીરે જણાવ્યું હતું કે, કોવિડ-19 સામે 15-18 વર્ષની વયજૂથના બાળકોને રસીકરણ(Covid Vaccine Third January) શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. 'અમે બાળ મૈત્રીપૂર્ણ કેન્દ્ર બનાવ્યું છે. તેમના માટે પુસ્તકો અને સંગીતની સામગ્રી જેવી અનેક વ્યવસ્થા છે. તેમના રસીકરણ બાદ રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવશે. "માતાપિતા અને બાળકો બંને ઉત્સાહિત છે, તેઓ પૂછપરછ માટે કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે," આ વખતે, રજીસ્ટ્રેશન વોક-ઈન અથવા ઓનલાઈન થઈ શકે છે.
આ પણ વાંચોઃ Corona vaccination in Gujarat: ભુજના માધાપર ગામમાં કોરોના રસી લેનારા લોકોને 5 કિલો ચોખાની ભેટ
કોવેક્સીનએ ભારત બાયોટેકની સ્વદેશી બનાવટની રસી
આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીનું મિશ્રણ ટાળવા માટે 15-18 વર્ષની વય જૂથ માટે અલગ રસીકરણ કેન્દ્રો, અલગ કતાર, અલગ સત્ર સ્થળ અને અલગ રસીકરણ ટીમો સ્થાપવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 27 ડિસેમ્બરે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું, કે માત્ર 15થી 18 વર્ષની વયના લોકો માટે જ કોવેક્સિન રસી ઉપલબ્ધ હશે. અગાઉ 24 ડિસેમ્બરે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ(DCGI) 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે કોવેક્સિન રસીના(CoWIN app Registration) કટોકટીના ઉપયોગ માટે શરતી મંજૂરી આપી હતી. મહત્વનું છે કે કોવેક્સીનએ ભારત બાયોટેકની સ્વદેશી બનાવટની રસી છે.
ફ્રન્ટ લાઇન વર્કર્સને પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે
10 જાન્યુઆરી, 2022થી હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. પ્રથમ ડોઝની જેમ, તેને બૂસ્ટર ડોઝમાં પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. બૂસ્ટર ડોઝ માટે આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારોને ઉંમર અથવા બીમારીનું કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. તેઓ પ્રથમ અને બીજા ડોઝની જેમ કોવિન પ્લેટફોર્મ પર નોંધણી કરીને બૂસ્ટર ડોઝ લઈ શકશે.
આ પણ વાંચોઃ Vaccination For Children In Gujarat: આજથી 15થી 18 વર્ષના બાળકોનું રજિસ્ટ્રેશન શરુ, 3 જાન્યુઆરીથી લઇ શકશે રસી