ETV Bharat / bharat

રેકોર્ડ બ્રેક કોરોના, છેલ્લા 24 કલાકમાં 2,95,041 લોકો થયા સંક્રમિત - મોતના આંકડામાં નોંધપાત્ર વધારો

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર દિન પ્રતિદિન ભયાનક બની રહી છે. ત્યારે, રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. આ સાથે, મૃત્યુઆંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

રેકોર્ડ બ્રેક કોરોના, છેલ્લા 24 કલાકમાં 2,95,041 લોકો થયા સંક્રમિત

author img

By

Published : Apr 21, 2021, 12:50 PM IST

  • કોરોના વાઇરસનો બીજી લહેરના મંગળવારે રેકોર્ડબ્રેક કેસ નોંધાયા
  • દેશમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 2023 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા
  • કોવિડ-19થી રિકવર થવાનો રેટ ઘટીને 85 ટકા પર પહોંચ્યો

નવી દિલ્હી: કોરોના વાઇરસનો બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. દિવસેને દિવસે મોતના આંકડામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2.95 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 2023 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં કોરોનાને કારણે 2 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ તીવ્ર વધારો થયો છે.

આ પણ વાંચો: કોરોના સંકટ પર વડાપ્રધાન મોદીનું દેશને સંબોધન, કહ્યું- દેશને લોકડાઉનથી બચાવો

મૃત્યુ પામેલા દર્દીની કુલ સંખ્યા 1,82,570 પહોંચી

આ દરમિયાન, 24 કલાકમાં કોરોનાના 2,95,041 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે, મહામારીને લીધે મૃત્યુ પામેલા સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 1,82,570 થઈ છે. જ્યારે, અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,56,09,004 થઈ ગઈ છે. દેશમાં હાલ, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 21,50,119 પર પહોંચી છે.

રિકવરી રેટ ગગડીને 85 ટકા થયો

આંકડા મુજબ કોવિડ-19થી રિકવર થવાનો રેટ સતત ઘટી રહ્યો છે. જે 85 ટકા પર પહોંચ્યો છે. કોરોનાથી રાષ્ટ્રીય સ્તરે મૃત્યુ દર 1.2 ટકા થયો છે. મહારાષ્ટ્રમાં મૃત્યુદર 1.5 ટકા અને પશ્ચિમ બંગાળમાં 1.6 ટકા છે.

આ પણ વાંચો: કોરોનાનું તાંડવ યથાવતઃ 24 કલાકમાં ઓલટાઈમ હાઇ 12,206 કેસ નોંધાયા

કોરોનાની બીજી લહેર ઘાતક: વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. જો કે, તેમણે રાજ્યોને કોરોના સામે લડવાનો અંતિમ વિકલ્પ તરીકે લોકડાઉનનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી હતી. રાષ્ટ્રને સંબોધન કરતાં તેમણે દેશવ્યાપી લોકડાઉન થવાની સંભાવનાને નકારી કાઢી અને રાજ્યોને પણ તે ટાળવાની સલાહ આપી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.