ETV Bharat / bharat

બે વર્ષ પછી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ આજથી ફરી થશે શરૂ - આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ

કોરોના સક્રમણના કારણે બે વર્ષ સુધી બંધ રહ્યા બાદ રવિવારથી ભારતમાંથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (International flights starting today) શરૂ થશે. એરપોર્ટ અને એરલાઈન્સે આ અંગે તૈયારી કરી લીધી છે.

બે વર્ષ પછી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી આજથી થશે શરૂ

author img

By

Published : Mar 27, 2022, 10:22 AM IST

નવી દિલ્હી/મુંબઈ: કોરોના સક્રમણના રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે 2 વર્ષ સુધી બંધ રહ્યા બાદ રવિવારથી ભારતમાંથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું (International flights starting today) સંચાલન ફરી શરૂ થવા જઈ રહ્યું છે. એરપોર્ટ અને એરલાઇન્સે 2 વર્ષ પછી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવા માટે તેમની તૈયારીઓ પૂર્ણ કરી છે. ભારતીય એરલાઇન્સ ઉપરાંત, અમીરાત અને વર્જિન એટલાન્ટિક જેવી વિદેશી એરલાઇન્સ પણ નિયમિત ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો : એર બબલ: ભારતથી યુકે, જર્મની, ફ્રાન્સ સુધીની ફ્લાઈટ શરૂ કરશે વિસ્તારા

ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ : રાજધાની દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) એપ્રિલના પ્રથમ સપ્તાહથી નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં (International flights starting today) નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખે છે. સક્રમણના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયેલ ઉડ્ડયન ઉદ્યોગ ધીમે ધીમે પાટા પર આવી રહ્યો છે અને નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થવાથી તેમાં નવું જીવન આવવાની સંભાવના છે.

આજથી ભારતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નિયમિતપણે શરૂ : 23 માર્ચ 2020થી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું (International flights starting today) સંચાલન બંધ હતું. કોરોના સક્રમણના પહેલી લહેરના આગમન સાથે, આને રોકી દેવામાં આવ્યું અને સમય જતાં તે પ્રતિબંધ વધતો ગયો હતો, પરંતુ હવે આ પ્રતિબંધ ખતમ કરવાનો સમય આવી ગયો છે. આજથી ભારતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નિયમિતપણે શરૂ થશે. જોકે કેટલાક દેશો સાથે બાયો-બબલ વ્યવસ્થા હેઠળ કોરોના સમયગાળા દરમિયાન પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે, તે મર્યાદિત વ્યવસ્થા છે.

આ પણ વાંચો : 4 મહિના બાદ વિદેશ યાત્રા માટે પ્રથમ ફ્લાઇટે ઉડાન ભરી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કરી હતી જાહેરાત : નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 8 માર્ચે જાહેરાત કરી હતી કે 27 માર્ચ 2022 થી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (International flights starting today) શરૂ થશે. આ સાથે કોવિડ નિવારણ સંબંધિત જોગવાઈઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોના ચીફ કોમર્શિયલ ઓફિસર વિલી બાઉલ્ટરે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈન્ડિગો આંતરરાષ્ટ્રીય કામગીરીને કોવિડ પહેલાના સ્તરે લઈ જવા આતુર છે, પરંતુ તે અન્ય દેશોના આગમનના નિયમો પર પણ નિર્ભર રહેશે. DIAL, જે દેશના સૌથી મોટા એરપોર્ટ IGIAનું સંચાલન કરે છે, તેણે આશા વ્યક્ત કરી છે કે અહીંથી 60 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.