ETV Bharat / bharat

દિલ્હીમાં 2થી 6 વર્ષનાં બાળકો માટે 15 જૂનથી કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલની નોંધણી શરૂ

દિલ્હીમાં 6થી 12 વર્ષની વયના અને ત્યારબાદ 2થી 6 વર્ષની વયના બાળકો પરના ક્લિનિકલ ટ્રાયલ્સ માટેની નોંધણી 15 જૂનેથી શરૂ કરવામાં આવશે.

કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલની નોંધણી
કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલની નોંધણી
author img

By

Published : Jun 14, 2021, 9:51 PM IST

  • 6થી 12 વર્ષના બાળકો માટે ક્લિનિકલ ટ્રાયલ્સની નોંધણી પૂર્ણ
  • 12થી 17 વર્ષની વય જૂથના લગભગ 87 બાળકોએ નોંધણી કરાવી
  • બાળકોને ત્રીજી લહેરમાં ગંભીર અસરના નક્કર પુરાવા નહી

નવી દિલ્હી: વૃદ્ધો અને પુખ્ત વયના લોકો બાદ સરકાર હવે બાળકોના રસીકરણ પર ભાર આપી રહી છે. કોરોનાની ત્રીજી લહેર પહેલાં બાળકોને રસીકરણની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને તેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દિલ્હીમાં 6થી 12 વર્ષની વયના અને ત્યારબાદ 2થી 6 વર્ષની વયના બાળકો પરના ક્લિનિકલ ટ્રાયલ્સ માટેની નોંધણી 15 જૂનેથી શરૂ કરવામાં આવશે. ત્યારે, 12-18 વય જૂથ માટે કોવેક્સિનના સિંગલ-ડોઝના ટ્રાયલ સમાપ્ત થઈ ગઈ છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 405 પોઝિટિવ કેસ, 06 દર્દીના થયા મૃત્યુ

કોવેક્સિનના પરીક્ષણ માટે પટણા એઇમ્સમાં બાળકોનું સ્ક્રીનીંગ

અહીંના Allલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) એ 6થી 12 વર્ષની વયના બાળકોને કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે રસીના પરીક્ષણ માટે સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવ્યું છે. પટના એઇમ્સના કોવિડ 19 પ્રભારી સંજીવ કુમારે જણાવ્યું હતું કે, બાળરોગ ચિકિત્સકોએ 6થી 12 વર્ષની વયના બાળકોના વિવિધ પરીક્ષણો શરૂ કર્યા છે. રસીના પરીક્ષણ માટે અત્યાર સુધીમાં 50થી વધુ બાળકોની નોંધણી કરવામાં આવી છે. આ ઉપરાંત, રસીનું ક્લિનિકલ ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. 1 જૂનથી શરૂ થયેલા ક્લિનિકલ ટ્રાયલ માટે 12થી 17 વર્ષની વય જૂથના લગભગ 87 બાળકોએ નોંધણી કરાવી હતી.

આ પણ વાંચો: Corona Update: 24 ક્લાકમાં 70,421 New Case, 3,921 મોત

બાળકોને ત્રીજી લહેરમાં ગંભીર અસરના નક્કર પુરાવા નહી

તબીબી વિજ્ઞાનની પ્રતિષ્ઠિત પત્રિકા લેન્સેટના અહેવાલ મુજબ, હજી સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, કે જેના આધારે એમ કહી શકાય કે કોવિડ -19ની ત્રીજી સંભવિત લહેરમાં બાળકોને ગંભીર અસર થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોરોનાને કારણે થયેલો મૃત્યુ દર 2.4 ટકા નોંધાયો હતો. કોરોના સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવનારા લગભગ 40 ટકા બાળકો પણ કોઈક ગંભીર રોગથી પીડિત હતા. લેન્સેટના અહેવાલ મુજબ, 10 વર્ષથી ઓછી વયના 9 ટકા બાળકોને કોરોના વાઇરસથી સંક્રમિત થયા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લેન્સેટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દેશની ટોચની હોસ્પિટલમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ના બાળ ચિકિત્સકો શેફાલી ગુલાટી, સુશીલ કે કાબરા અને રાકેશ લોઢા જેવા ચિકિત્સકોએ ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.