- Covaxin ના ત્રીજા ચરણના ટ્રાયલના પરિણામ જાહેર
- ટ્રાયલમાં Covaxin 77.8 ટકા પ્રભાવિત હોવાનું આવ્યું સામે
- Bharat Biotech દ્વારા DCGI સમક્ષ રજૂ કરાયા પરિણામો
નવી દિલ્હી : ભારત સરકારના ડ્રગ રેગ્યુલેટર, ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) દ્વારા મંગળવારના રોજ કોવેક્સિન (Covaxin) ના ત્રીજા ચરણના પરિણામો જાહેર કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રીજા ચરણના પરિણામોમાં સામે આવેલ ડેટા મુજબ ભારત બાયોટેક(Bharat Biotech) ની કોવેક્સિન (Covaxin) 77.8 ટકા પ્રભાવિત સાબિત થઈ છે.
Bharat Biotech અને WHO વચ્ચે બુધવારે બેઠક
હૈદરાબાદ સ્થિત કોરોના વેક્સિન ઉત્પાદક કંપની ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા કોવેક્સિન (Covaxin) ના ત્રીજા ચરણના ક્લિનીકલ ટ્રાયલનો ડેટા ભારતના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ (DCGI) સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. નોંધનીય છે કે, બુધવારના રોજ કોવેક્સિનની મંજૂરી માટે ભારત બાયોટેક તેમજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) વચ્ચે 'પ્રિ-સબમિશન' બેઠક યોજાશે.