- મધ્યપ્રદેશમાં 10 નવેમ્બરે આવશે પેટા ચૂંટણીનું પરિણામ
- 28 વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરે થયું હતું મતદાન
- ચૂંટણી પંચે મત ગણતરી માટે નવી વ્યવસ્થા તૈયાર કરી
- મત ગણતરીના હોલમાં કોઈને પણ પ્રવેશ નહીં અપાય
ભોપાલઃ મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થયું હતું, જેનું પરિણામ હવે માત્ર ગણતરીના કલાકોમાં જ આવી જશે. મતદાન થયા બાદ મત ગણતરીની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આ વખતે કોરોના કાળને ધ્યાનમાં રાખી મત ગણતરીની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવી રીતે સમજો ફેરફાર.
14 ટેબલ પર થશે મત ગણતરી
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી આ વખતે પણ 14 ટેબલ પર મત ગણતરી કરવામાં આવશે. આ ટેબલ પર એક વારમાં ફક્ત એક મતદાન કેન્દ્રની જ ગણતરી કરવામાં આવશે.
લાઈવ થશે ગણતરી
આ વખતે મતની ગણતરી માટે મશીનની પાસે મત ગણતરી એજન્ટ નહીં બેસે. આ ઉપરાંત મત ગણતરી હોલમાં પણ ઉમેદવારોના એજન્ટને પણ પ્રવેશ નહીં મળે. આ વખતે વેબ કાસ્ટિંગ અને વીડિયોગ્રાફી સીસીટીવીના માધ્યમથી ફક્ત સ્ક્રિન પર મત ગણતરી લાઈવ જોવા મળશે. આ સાથે જ દરેક મત ગણતરી ટેબલની માઈક્રો વીડિયોગ્રાફી થશે.
એક રાઉન્ડ લગભગ 30 મિનિટનો હશે
મત ગણતરી દરમિયાન એક રાઉન્ડ લગભગ 30 મિનીટમાં પૂર્ણ થતો હોય છે. આ રાઉન્ડ વિધાનસભા ક્ષેત્રના ટોટલ મતદાન કેન્દ્રના હિસાબથી નક્કી હોય છે. મતદાન કેન્દ્રની સંખ્યા અને ટેબલોના આધાર પર રાઉન્ડ નક્કી થાય છે. આ ઉપરાંત એક ઈવીએમ મશીન લગભગ એકથી દોઢ મિનીટનો સમય મત ગણતરીમાં લગાવે છે.
મોડા આવશે પરિણામ
ચૂંટણી પંચે આ વખતે જે વ્યવસ્થાઓમાં ફેરફાર ક્રયો છે. એને લઈને આ વખતે ચૂંટણીના પરિણામ થોડા મોડા આવશે. આ દરમિયાન પહેલા બેલેવ પેપરના માધ્યમથી કરવામાં આવેલા મતના પરિણામ આવશે અને પછી ઈવીએમ મશીનના.
મત ગણતરીમાં લાગશે વધુ સમય
કોરોના સંક્રમણના કારણે આ વખતે બૂથની સંખ્યા વધારી દેવામાં આવી છે. તેવામાં સ્વાભાવિક છે કે, બૂથની સંખ્યા વધારવાના કારણે એક ક્ષેત્ર માટે થઈ રહેલી મત ગણતરીમાં વધુ સમય લાગશે.
મોબાઈલ પર રહેશે પ્રતિબંધ
મત ગણતરી કેન્દ્રની અંદર કોઈ પણ પ્રકારનું ઈલેક્ટ્રિક ઉપકરણ લઈ નહીં જઈ શકાય. એજન્ટ અને ઉમેદવાર માત્ર કાગળ, પેન જ અંદર લઈ જઈ શકશે. મોબાઈલ પ્રતિબંધિત રહેશે. સંપૂર્ણ મત ગણતરી કેન્દ્ર સીસીટીવીની નજર હેઠળ રહેશે. ઈવીએમ મશીન મત ગણતરીના કક્ષ સુધી લાવવામાં આવશે ત્યાં પણ કેમેરા લગાવામાં આવ્યા છે. આ પ્રક્રિયાને ઉમેદવારોના પ્રતિનિધિ જોઈ શકશે.
શાંતિપૂર્ણ થશે ગણતરી
આ વખતે ગણતરી ટેબલની સામે 12 ખુરશી મુકવામાં આવશે અને ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓને અહીં જ અપડેટ મળશે. મત ગણતરી શાંતિપૂર્ણ રીતે થશે, જેના માટે મત ગણતરી કેન્દ્રની સામેવાળા રસ્તાને 'નો વ્હિકલ ઝોન' બનાવવામાં આવ્યો છે.
પ્રવેશ પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરાશે
મત ગણતરી કેન્દ્રની બહાર રસ્તામાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે. અહીં લોકો ફક્ત ચાલતા જ જઈ શકશે. આ ઉપરાંત મત ગણતરીમાં સામેલ કર્મચારીઓને 6.30 વાગ્યે પહોંચવા સૂચન કરવામાં આવ્યું છે. મત ગણતરી કેન્દ્રમાં જનારા દરેક વ્યક્તિને આઈ કાર્ડ વિના પ્રવેશ આપવામાં નહીં આવે. અહીં પહોંચનારા તમામ લોકોની ગેટ પર પહોંચ્યા પહેલા થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.
ક્યાં કેટલા રાઉન્ડમાં થશે મત ગણતરી
નંબર | બેઠક | રાઉન્ડ |
1 | જૌરા | 26 |
2 | સુમાવલી | 26 |
3 | મુરૈના | 27 |
4 | દિમની | 23 |
5 | અંબાહ | 23 |
6 | મેહગાંવ | 27 |
7 | ગોહદ | 24 |
8 | ગ્વાલિયર | 30 |
9 | ગ્વાલિયર (પૂર્વ) | 32 |
10 | ડબરા | 24 |
11 | ભાંડેર | 19 |
12 | કરેરા | 26 |
13 | પોહરી | 23 |
14 | બમોરી | 22 |
15 | અશોકનગર | 22 |
16 | મુંગાવલી | 21 |
17 | સુરખી | 22 |
18 | મલહરા | 28 |
19 | અનુપપૂર | 18 |
20 | સાંચી | 27 |
21 | બ્યાવરા | 25 |
22 | આગર | 22 |
23 | હાટપિપલ્યા | 21 |
24 | માંધાતા | 21 |
25 | નેપાનગર | 22 |
26 | બદનાવર | 22 |
27 | સાંવેર | 28 |
28 | સુવાસરા | 28 |
આ તમામ સીટ પર પેટા ચૂંટણી કરવામાં આવી છે, જેમાં 16 સીટ ગ્વાલિયર ચંબલ-અંચલથી છે.
વર્તમાનમાં પ્રદેશની સીટોનું ગણિત
મધ્યપ્રદેશમાં સત્તાના આંકડાઓની ગણતરની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ ધારાસભ્યોની સંખ્યા 230 છે, જેમાંથી હાલમાં એક ધારાસભ્યના રાજીનામા બાદ 229 થઈ ગઈ છે. વર્તમાનમાં ધારાસભ્યોની સંખ્યાના હિસાબથી સરકારને બહુમતી મેળવવા માટે 115 ધારાસભ્યોની જરૂર હશે. હાલના સમયમાં ભાજપ પાસે 107 ધારાસભ્ય છે. બહુમતી માટે ભાજપને 8 ધારાસભ્યની જરૂર છે. જ્યારે કોંગ્રેસ પાસે ધારાસભ્યોની સંખ્યા માત્ર 87 રહી ગઈ છે. પેટા ચૂંટણીવાળી તમામ 28 બેઠકો જીત્યા બાદ જ કોંગ્રેસના હાથે સત્તાની ખુરશી લાગશે.