- છેલ્લા 24 કલાકમાં 45,882 કોરોના પોઝિટિવ કેસ
- કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 1,32,126 પર
- દેશભરમાં કુલ કોરોના કેસ 90,04,366
નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તહેવારોની સીઝનમાં ડૉક્ટરોએ અલર્ટ રહેવા જણાવ્યું હતું. તેમ છતાં કેટલાક સ્થાનો પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. તેમજ કોરોનાની ગાઈડ લાઈનનું ઉલ્લંધન થતું જોવા મળી રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 45,882 કોરોના પોઝિટિવ કેસ
કેન્દ્ર સરકારના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 45,882 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સિવાય 584 લોકોના મોત થયા છે. દેશભરમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 1,32,126 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 44,807 કોરોના સંક્રમિત સ્વસ્થ થયા છે. દેશભરમાં કુલ કોરોના કેસ 90,04,366 નોંધાય ચૂક્યા છે. જેમાં 4,43,794 કોરોના કેસ એક્ટિવ છે. સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 84,28,410 થઈ ચૂકી છે.