ETV Bharat / bharat

CORONA UPDATE IN INDIA : દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 4 લાખ 21 હજારથી વધુ લોકોના મોત

દેશમાં કોરોના કેસ નોંધાવાના ચાલુ જ છે. ત્યારે દેશમાં કોરોનાના સક્રિય કેસ લગભગ 4 લાખ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 4 લાખ 21 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

CORONA UPDATE IN INDIA
CORONA UPDATE IN INDIA
author img

By

Published : Jul 28, 2021, 11:56 AM IST

  • દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો
  • દેશમાં કોરોનાના સક્રિય કેસ લગભગ 4 લાખ
  • અત્યાર સુધીમાં ચાર લાખ 21 હજારથી વધુ લોકોનાં મોત

હૈદરાબાદ: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થયો છે. 5 દિવસ બાદ 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. બુધવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 43,654 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે 640 લોકોના મોત નીપજ્યાં છે. આ સાથે જ, છેલ્લા 24 કલાકમાં 41,678 લોકો સાજા થયા છે.

કોરોના સંક્રમણના કુલ કેસ

મહામારીની શરૂઆતથી 3 કરોડ 14 લાખ 84 હજાર લોકોને ચેપ લાગી ચુક્યો છે. તેમાંથી 4 લાખ 22 હજાર 22 લોકોનાં મોત નીપજ્યાં છે.જોકે અત્યાર સુધીમાં 3 કરોડ 6 લાખ 63 હજાર લોકો પણ સ્વસ્થ થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસની સંખ્યા ઘટીને ચાર લાખથી ઓછી થઈ ગઈ છે. કુલ 3 લાખ 99 હજાર લોકો સંક્રમતી છે, જેની સારવાર ચાલી રહી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો : Accident: PMએ બારાબંકી માર્ગ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું, 2 લાખના વળતરની કરી જાહેરાત

44 કરોડથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 27 જુલાઈ સુધી દેશભરમાં કોરોના રસીના 44 કરોડ 61 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. ગત રોજ 40 લાખ 2 હજાર રસી આપવામાં આવી હતી. ભારતીય તબીબી સંશોધન પરિષદ અનુસાર, અત્યાર સુધીમાં 46 કરોડ 9 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : તરતા પથ્થરથી બનેલું 800 વર્ષ જૂનુ રામપ્પા મંદિર, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મળ્યું સ્થાન

કેટલાક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ

  • મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 6258 નવા કેસોના નોંધવામાં આવ્યા.જોકે સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 62,76,057 થઈ ગઈ છે. 254 દર્દીઓનાં મોત સાથે, મૃત્યુની સંખ્યા વધીને 1,31,859 થઈ ગઈ છે.
  • કેરળમાં કોરોનાના 22,129 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 33,05,245 થઈ છે. 156 દર્દીઓનાં મૃત્યુ પછી, મૃત્યુની સંખ્યા વધીને 16,326 થઈ ગઈ છે.
  • છેલ્લા 24 કલાક દરમિયાન છત્તીસગઢમાં 128 નવા લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 10,01,487 થઈ ગઈ છે.
  • મધ્યપ્રદેશમાં 11 નવા કેસ નોંધાયા છે અને તેની સાથે રાજ્યમાં આ વાયરસથી સંક્રમિત મળી કુલ લોકોની સંખ્યા 7,91,767 પર પહોંચી ગઈ છે. મૃત્યુઆંક 10,512 છે.
  • આંધ્રપ્રદેશમાં 1540 નવા કેસ નોંધાયા છે, જેના કારણે સંક્રમિત લોકોની સંખ્યા વધીને 19,57,932 થઈ છે.
  • રાજસ્થાનમાં 15 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 8,953 થઈ ગઈ છે. હાલમાં સંક્રમિત 278 સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.