- છેલ્લા 24 કલાકમાં દેશમાં 35,342 નવા કેસો સામે આવ્યા
- 483 લોકોના કોરોનાને કારણે મૃત્યું થયા
- દેશમાં એક્ટીવ કેસ 1.30 ટકા છે
દિલ્હી : દેશમાં બે દિવસ બાદ કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર પાછલા 24 કલાકમાં 35, 342 કોરોના કેસ સામે આવ્યા હતા અને 483 લોકોના મૃત્યું થયા હતા. આ પહેલા ગુરુવારે 41,383 અને બુધવારે 42,015 નવા કેસ આવ્યા હતા. પાછલા 24 કલાકમાં 38, 740 લોકો સ્વસ્થ્ય થયા હતા એટલે કે કાલે 3881 એક્ટીવ કેસ ઓછા થયા હતા.
કોરોના સંક્રમણના કુલ કેસ
દેશમાં કોરોના કેસની સંખ્યા 4 લાખથી વધુ છે. કુલ 4 લાખ 5 હજાર લોકો કોરોના સંક્રમિત છે, જેમનો ઈલાજ થઈ રહ્યો છે. મહામારીની શરૂઆતથી લઈને ત્રણ કરોડ 12 લાખ 93 હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાથી 4,19,470 લોકોના મૃત્યું થયા છે. સારી વાત એ છે કે 3,04,68,000 લોકો સ્વસ્થ્ય પણ થયા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો : કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ભયના કારણે ગાંધીનગરમાં Corona Testing વધારાયું
42 કરોડથી વધુ લોકોને આપવામાં આવી રસી
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 22 જુલાઈ સુધી આખા દેશમાં 42,34,00,000 લોકોને રસી આપવામાં આવી છે. ગઈ કાલે 54,76,000 લોકોને રસી આપવામાં આવી હતી. ICMRના અનુસાર અત્યાર સુધી 45,29,00,000 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈ કાલે 16.68 લાખ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનો પોઝિટિવ રેટ 3 ટકા કરતા પણ ઓછો હતો. દેશમાં કોરોના મૃત્યું દર 1.34 ટકા છે જ્યારે રીકવરી રેટ 97 ટકાથી વધુ છે. એક્ટીવ કેસ 1.30 ટકા છે. કોરોના એક્ટીવ કેસમાં વિશ્વમાં સાતમા નંબર છે. કુલ સંક્રમિતોની સંખ્યામાં ભારત બીજા નંબરે છે. અમેરીકા, બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધું મૃ્ત્યું થયા છે.
આ પણ વાંચો : કોરોના થયા બાદ હૃદય ફૂલી જવાની ઘટના, રાજકોટમાં જોવા મળ્યા 75 કેસ
રાજ્યોમાં કોરોનાની સ્થિતી
મધ્ય પ્રદેશમાં કોરોનાના 17 નવા કેસો સામે આવ્યા હતા. કુલ સંક્રમિતોની સંખ્યા 7,91,721 પહોંચી ગઈ છે. બિમારીના કારણે 10,512 લોકો મૃત્યું પામ્યા છે. છત્તીસગઢમાં 217 નવા કેસો આવ્યા હતા આ બાદ રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 10,00,763 થઈ હતી. એક દર્દીઓનુ મૃત્યુ પણ થયું હતું. ગોવામાં 97 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં રોગચાળાના કુલ કેસની સંખ્યા 1,70,199 છે. પાંચ દર્દીઓનાં મોત બાદ રાજ્યમાં રોગચાળાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 3,123 થઈ ગઈ છે.