ETV Bharat / bharat

Omicron Cases in India: દેશમાં ઓમિક્રોનનાં 653 કેસ નોંધાયા, કોરોનાનો રિકવરી રેટ 98.40 ટકા - કોરોનાનો રિકવરી રેટ 98.40 ટકા

દેશમાં ઓમિક્રોન કેસનાં(Omicron Cases in India) અત્યાર સુધીમાં 653 કેસ નોંધાયા છે, જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં 23 નવા કેસો સામે આવ્યા છે. આ માહિતી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય(Ministry of Health and Family Welfare) દ્વારા આપવામાં આવી છે.

Omicron Cases in India
Omicron Cases in India
author img

By

Published : Dec 28, 2021, 12:20 PM IST

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના કુલ 6,358 નવા કેસ(Covid-19 new cases) નોંધાયા છે. તે જ સમયે, કોરોનાના સક્રિય કેસનો આંકડો 75,456 પર પહોંચી ગયો છે. બીજી તરફ, કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના દર્દીઓની(Omicron patients) સંખ્યા પણ ઝડપથી વધી રહી છે, ઓમિક્રોનના અત્યાર સુધીમાં 653 કેસ(Omicron Cases in India) નોંધાયા છે, જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં 23 નવા કેસ સામે આવ્યાં છે. આ માહિતી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય(Ministry of Health and Family Welfare) દ્વારા આપવામાં આવી છે.

Omicron Cases in India
Omicron Cases in India

ઓમિક્રોન વેરિઅન્ટના 653 કેસ નોંધાયા

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 653 કેસ નોંધાયા છે. તેમાંથી 167 કેસ સાથે મહારાષ્ટ્ર ટોચ પર છે. આ પછી દિલ્હીમાં 165, કેરળમાં 57 અને તેલંગાણામાં 55 કેસો નોંધાયા છે, આ સિવાય 23 દર્દીઓને રજા આપવામાં આવી છે.

રાત્રીના 11થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લગાવાયો

દેશમાં વધતા જતા કેસોને જોતા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન હેઠળ, કોવિડ-19 હાલમાં યલ્લો કેટેગરીમાં પહોંચી ગયો છે. જેમાં હવે ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ લાગી શકે છે. કોવિડ-19 અને ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સોમવારથી રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લગાવી દીધો છે.

કોરોનાનો રિકવરી રેટ 98.40 ટકા

ઓમિક્રોને ગોવા અને મણિપુરમાં પણ દસ્તક આપી છે. આ બંને રાજ્યોમાં એક-એક કેસ નોંધાયા છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 6,450 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, ત્યારબાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,42,43,945 થઈ ગઈ છે. હાલમાં, કોરોનાનો રિકવરી રેટ 98.40 ટકા છે, જે મહામારીની શરૂઆત પછી સૌથી વધુ છે.

24 કલાકમાં 72,87,547 રસીના ડોઝ આપવામાં આવ્યા

દેશમાં છેલ્લા 24 કલાકમાં 293ના મૃત્યુ થયા છે, જે બાદ સંક્રમણથી મૃત્યુઆંક વધીને 4,80,290 થઈ ગયો છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, દેશમાં અત્યાર સુધીમાં 142.47 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 72,87,547 રસીના ડોઝ આપવામાં આવ્યા છે, ત્યારબાદ રસીકરણનો આંકડો 1,42,46,81,736 કરોડ પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો : Covid Vacination In India : કોરોના મહામારી વચ્ચે દેશમાં 60 ટકાથી વધુ લોકોએ લીધી વેક્સિન

આ પણ વાંચો : Omicron Cases in India: દેશમાં કોરોનાથી 315ના મોત, ઓમિક્રોનના કુલ કેસ 578

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.