- દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5,000 નવા કેસ નોંધાયા
- કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 17ના મોત
- બિહારમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ વધારો
નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે બુધવાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના કુલ 17348 પોઝિટિવ કેસ છે. જેમાંથી 171 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 17,177 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 30,29,32 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,598 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 798, સુરતમાં 615, વડોદરા 218 રાજકોટમાં 321કોરોનાના કેસ નોંધાયા છે. ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ બગડતા રિકવરી રેટ 93.24 ટકા જેટલો થયો છે.
ગુજરાતમાં રસીકરણની આડ અસર કોઈ પર વધારે ગંભીર જોવા મળી ન હતી
ગુજરાતમાં અત્યાર સુધીમાં પ્રથમ ડોઝમાં 70,38,445 અને બીજા ડોઝમાં 8,47,185 લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. જ્યારે 45 વર્ષથી ઉપરના 2,75,777 અને બીજા ડોઝ અંતર્ગત 29,886 લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. જોકે, રસીકરણની આડ અસર કોઈ પર વધારે ગંભીર જોવા મળી ન હતી.
બિહારની પટણા એઇમ્સમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ફરી વધારો
બિહારની પટણા એઇમ્સમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ફરી વધારો થયો છે. જ્યાં 18 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમને સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. એઇમ્સમાં કુલ 110 કોરોના દર્દીઓ છે. તે જ સમયે, આ વાયરસને કારણે 1નું મોત થયું હતું.
બિહારમાં છેલ્લા 24 કલાકમાં 1080 કેસ નોંધાયા
બિહારમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 1080 કેસ નોંધાયા છે. બિહારમાં સક્રિય દર્દીઓની સંખ્યા હવે 4954 પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1276 નવા કેસો નોંધાયા
દિલ્હીમાં કોરોનાના નવા 5,000 કેસ નોંધાયા
દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 5,000 નવા કેસ નોંધાયા છે. જોકે, ચેપનો દર 5 ટકાથી ઘટીને 4.93 ટકા થયો છે. પરંતુ સક્રિય કોરોના દર્દીઓનો દર સતત વધી રહ્યો છે. આ દર હવે 2.52 ટકા પર પહોંચી ગયો છે.
મધ્યપ્રદેશમાં 3,722 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા
મધ્યપ્રદેશમાં 3,722 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 3,13,971 થઈ છે. 18 દર્દીઓનું મૃત્યુ કોરોનાથી થયું છે, દર્દીઓના મૃત્યુની સંખ્યા વધીને 4,073 થઈ છે. 2,203 ચેપગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને ઘરે ગયા છે.
આ પણ વાંચો: કોરોના અપડેટઃ દાદરા નગર હવેલીમાં 25, દમણમાં 13 અને વલસાડમાં 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા