- કોરોના ગાઇડલાઇન્સના ઉલ્લંઘન બદલ યુવકને જાહેરમાં ઢોરમાર માર્યો
- કલેક્ટરે અધિકારીઓ સાથે મળીને યુવકને માર માર્યો
- સુરજપુરના SPએ પોલીસકર્મી સામે લીધા પગલા
છત્તીસગઢ: સુરજપુરના SP રાજેશ કુકરેજાએ રવિવારે કોરોના ગાઇડલાઇન્સના ઉલ્લંઘન બદલ કોટવાલી બસંત ખલખો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
કલેક્ટર રણબીર શર્માએ પોલીસ અધિકારીઓ સાથે મળીને હિંસા આચરી
આ પોલીસ સ્ટેશનના અધિકારીએ કોરોના ગાઇડલાઇન્સના ઉલ્લંઘન બદલ એક યુવકને જાહેરમાં ઢોરમાર માર્યો હતો તેમજ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેની લોકોએ આકરી નિંદા કરી હતી. આ વીડિયોમાં સુરજપુરના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર રણબીર શર્મા પણ યુવકનો ફોન ફેંકી અધિકારીઓને 'તેને મારો' એમ કહેતા જોવા મળી રહ્યા છે.
યુવકને મળશે સરકાર તરફથી નવો ફોન
શર્માએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી યુવકે અધિકારીઓ જણાવ્યું હતું કે તે રસીકરણ માટે જઇ રહ્યો હતો પરંતુ તેના દાવાને સાચો ઠેરવવા તેની પાસે કોઇ યોગ્ય દસ્તાવેજ ન હતા. ઉપરાંત તેણે પણ અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. શર્માએ જાહેરમાં આ અંગે માફી પણ માગી હતી. છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે આ યુવકને નવો ફોન આપવાની જાહેરાત કરી છે.