ETV Bharat / bharat

સાગર યુનિવર્સિટીમાં હિજાબ પહેરીને નમાઝ અદા કરતી યુવતીનો વીડિયો વાયરલ, હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ - Namaz video goes viral

સાગરની ડૉ. હરિસિંહ ગૌર સેન્ટ્રલ યુનિવર્સિટીમાં નમાઝ અદા કરતી એક વિદ્યાર્થીનીનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેનો વિરોધ કરીને હિન્દુ જાગરણ મંચે યુનિવર્સિટી પ્રશાસનને ફરિયાદ (Complaint university administration) કરી છે. આ સાથે જ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. (Namaz video goes viral)

સાગર યુનિવર્સિટીમાં હિજાબ પહેરીને નમાઝ અદા કરતી યુવતીનો વીડિયો વાયરલ

author img

By

Published : Mar 26, 2022, 1:14 PM IST

સાગર : હિજાબને લઈને ચાલી રહેલો વિવાદ (Hijab controversy In MP ) અટકવાનું નામ નથી લઈ રહ્યો. કર્ણાટક બાદ હવે આ મામલો મધ્યપ્રદેશના સાગર સ્થિત ડો.હરિસિંહ ગૌર સેન્ટ્રલ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. એક વીડિયો વાયરલ (Namaz video goes viral) થઈ રહ્યો છે, જેમાં શિક્ષણ વિભાગની એક વિદ્યાર્થિની ક્લાસ રૂમમાં નમાઝ પઢતી જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થતાની સાથે જ હિંદુ જાગરણ મંચે આ મામલે યુનિવર્સિટી પ્રશાસનને ફરિયાદ કરી છે, ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

હિજાબ પહેરીને નમાઝ અદા કરતી યુવતીનો વીડિયો વાયરલ

આ પણ વાંચો : હિજાબ પહેરવા વાળી વિદ્યાર્થીનીનો રેકોર્ડ, 16 ગોલ્ડ મેડલ જીત્યા

શું છે મામલો? : સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સાગરની ડૉ. હરિસિંહ ગૌર સેન્ટ્રલ યુનિવર્સિટીના શિક્ષણ વિભાગનો છે. અહીં, દમોહની એક વિદ્યાર્થિની, જે નિયમિતપણે હિજાબ પહેરે છે, શુક્રવારે બપોરે ક્લાસ રૂમમાં નમાઝ અદા કરી રહી હતી. આ વીડિયો વાયરલ થતાની સાથે જ ઘણા હિંદુ સંગઠનો તેની સામે આવ્યા અને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને વાઇસ ચાન્સેલરને ફરિયાદ (Complaint university administration) કરી હતી. આ વિદ્યાર્થિની B.Sc. B.Ed નો અભ્યાસ કરે છે.

આ પણ વાંચો : હાઈકોર્ટના ન્યાયાધીશોને Y કેટેગરીની સુરક્ષા, ધમકી આપવા બદલ 2ની ધરપકડ

યુનિવર્સિટી પ્રશાસને પગલાં લેવા જોઈએઃ હિન્દુ જાગરણ મંચના ફરિયાદી ઉમેશ સરાફનું કહેવું છે કે, આ વિદ્યાર્થિની નિયમિતપણે હિજાબ પહેરીને વિભાગમાં આવે છે અને હવે તેણે અહીં નમાઝ પઢવાનું શરૂ કર્યું છે. યુનિવર્સિટી પ્રશાસને આ અંગે કાર્યવાહી કરવી જોઈએ. આ સમગ્ર મામલે યુનિવર્સિટીના મીડિયા ઓફિસર વિવેક જયસ્વાલે કહ્યું કે, સંગઠનોએ વાયરલ વીડિયોના આધારે ફરિયાદ નોંધાવી છે. વહીવટીતંત્ર વિડિયોની તપાસ અને મામલાના અભ્યાસ બાદ આગળની કાર્યવાહી નક્કી કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.