ETV Bharat / bharat

Atiq Ashraf Murder: જે રીતે ઉમેશ પાલની હત્યા થઈ, એ જ ઢબથી અશરફ-આતિક ઠાર

માફિયા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે મોડીરાત્રે હત્યા કરવામાં આવી છે. જે રીતે ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. આના પરથી એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઉમેશ પાલની હત્યાનો બદલો લેવા માટે આતિક અને તેના ભાઈ અશરફની પણ આ જ રીતે હત્યા કરવામાં આવી હતી.

Atiq Ashraf Murder: જે રીતે ઉમેશ પાલની હત્યા થઈ, એ જ ઢબથી અશરફ-આતિક ઠાર
Atiq Ashraf Murder: જે રીતે ઉમેશ પાલની હત્યા થઈ, એ જ ઢબથી અશરફ-આતિક ઠાર
author img

By

Published : Apr 16, 2023, 12:05 PM IST

પ્રયાગરાજઃ માફિયા બાહુબલી અતિક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માફિયા ભાઈઓની હત્યા મીડિયાના વેશમાં આવેલા હુમલાખોરોએ બન્ને પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં વધુ એક વાત સામે આવી છે કે જે રીતે ઉમેશ પાલની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી તેવી જ રીતે નિર્ભય બદમાશોએ અતિક અને અશરફની હત્યા કરી છે.

આ પણ વાંચોઃ Atiq Ahmed Murder: મીડિયાકર્મીના વેશમાં આવ્યા હતા અતિક-અશરફને મારવા, નામ જાહેર કરાયા

જાહેરમાં હત્યાઃ 24 ફેબ્રુઆરીએ જે રીતે અતિક અહેમદને ખુલ્લેઆમ બદમાશોએ ઘેરી લીધો હતો અને તેની હત્યા કરી હતી. બરાબર એ જ રીતે 15મી એપ્રિલની રાત્રે અતીક અહેમદ અને અશરફની ખુલ્લેઆમ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલને બે પોલીસકર્મીઓની સુરક્ષા મેળવી હતી. આ જ રીતે આતિક અહેમદ અને અશરફને પણ આ સમયે પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. ઘણા પોલીસકર્મીઓની હાજરી વચ્ચે હુમલાખોરોએ અતિક અહેમદ અને અશરફ પર એવી જ નિર્ભયતાથી ગોળીબાર કર્યો હતો. જે રીતે ગોળીબારમાં ઉમેશ પાલનું મોત થયું હતું.

સરેન્ડર કરી દીધુઃ ઉમેશ પાલની હત્યા કરનારા હુમલાખોરોએ તેમના ચહેરા ઢાંક્યા ન હતા, તેવી જ રીતે અતિક અહેમદ અને અશરફની હત્યા કરનારા હુમલાખોરોએ પણ તેમના ચહેરા છુપાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. હુમલાખોરો મીડિયાના વેશમાં આવીને ઘટનાને અંજામ આપવા આવ્યા ત્યારે તેઓના હાથમાં કેમેરા અને માઈક આઈડી હતા. ઉમેશ પાલની હત્યા અને અતિક અશરફની હત્યામાં ફરક એટલો જ છે કે ઘટના બાદ ઉમેશ પાલના હત્યારા ભાગી ગયા હતા. જ્યારે અતિક અહેમદ અને અશરફની હત્યા કરનારા હુમલાખોરોએ પોતાને પોલીસને સોંપી દીધા છે.

આ પણ વાંચોઃ Atiq Ahmed Shot Dead: અંતિમ 10 સેકન્ડમાં અતિક સાથે આવું બની ગયુ

આજીવન કેદની સજાઃ ફરી જેલમાં મોકલતા પહેલા જ થઈ હતી હત્યા તમને જણાવી દઈએ કે 28 માર્ચે ઉમેશ પાલના અપહરણના કેસમાં કોર્ટે અતિક અહેમદને આજીવન કેદની સજા સંભળાવી હતી. અતિકની સાથે અન્ય બે લોકોને પણ એમપી એમએલએ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 11 એપ્રિલના રોજ અતિક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી 12 એપ્રિલે પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે અશરફને 12 એપ્રિલે બરેલી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો.

રીમાન્ડ પર હતાઃ જ્યાં બંનેને 13 એપ્રિલે CJM કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી કોર્ટે તેને 17 એપ્રિલે સાંજે 5 વાગ્યા સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે અતિક અને અશરફને 17 એપ્રિલે સાંજે 5 વાગ્યે પાછા જેલમાં મોકલવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.