ETV Bharat / bharat

Rahul Gandhi Conviction: રાહુલ ગાંધીને દોષિત ઠેરવતાં કોંગ્રેસ કરશે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન - Rahul gandhi defamation case

કોંગ્રેસ રાહુલને દોષિત ઠેરવવાના વિરોધમાં 27 માર્ચથી દેશવ્યાપી વિરોધ શરૂ કરશે. કોંગ્રેસનું કહેવું છે કે રાહુલને દોષિત ઠેરવવો એ માત્ર કાનૂની મામલો નથી, તે લોકશાહીના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર રાજકીય મુદ્દો છે.

Rahul Gandhi Conviction: રાહુલ ગાંધીને દોષિત ઠેરવવાના વિરોધમાં કોંગ્રેસ 27થી કરશે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

author img

By

Published : Mar 24, 2023, 1:44 PM IST

Updated : Mar 24, 2023, 2:40 PM IST

નવી દિલ્હીઃ મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને થયેલી સજા સામે કોંગ્રેસ સતત આક્રમક છે. આ સંબંધમાં, સોમવાર, 27 માર્ચથી, પાર્ટી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજ્યોમાં એક્શન પ્લાન પર ચર્ચા કરવા માટે આજે PCC ચીફ અને CLP નેતાઓ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરશે.

આ પણ વાંચો: Reaction to Rahul Gandhi Case Verdict: માનહાનિના કેસમાં દોષિત રાહુલ ગાંધી કેસ પર નેતાઓએ આપી પ્રતિક્રિયા

કોંગ્રેસ કરશે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન: કોંગ્રેસના સંચાર પ્રભારી જયરામ રમેશના કહેવા પ્રમાણે, રાહુલને દોષિત ઠેરવવો એ માત્ર કાયદાકીય બાબત નથી, તે લોકશાહીના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર રાજકીય મુદ્દો છે. તેમણે કહ્યું કે અમે આ મુદ્દાને કાયદાકીય રીતે લડીશું. અમે ઉપલબ્ધ કાયદાકીય અધિકારોનો ઉપયોગ કરીશું. તેને એક મોટો રાજકીય મુદ્દો બનાવશે. તેની સાથે મક્કમતાથી લડશે અને ડરશે નહીં.

રાહુલના ઘરની બહાર સજાનો વિરોધ: ગુરુવારે દિલ્હી કોંગ્રેસના નેતાઓએ રાહુલના ઘરની બહાર સજાનો વિરોધ કર્યો હતો. સુરતથી પરત ફર્યા ત્યારે એરપોર્ટ પર વાયનાડના સાંસદનું અનેક સાંસદોએ સ્વાગત કર્યું હતું. આ પછી લગભગ 50 સાંસદોએ ખડગેના નિવાસસ્થાને બે કલાક સુધી આ મુદ્દે એક એક્શન પ્લાન તૈયાર કરવા બેઠક યોજી હતી. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ રાહુલના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમની સાથે આ મુદ્દે ચર્ચા કરી.

50 કલાકથી વધુ પૂછપરછ: કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, તેમને સુરત કેસમાં આવી કાર્યવાહીનો ડર છે, કારણ કે અગાઉના વર્ષોમાં પણ સરકાર દ્વારા રાહુલને નિશાન બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની 50 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અમે ગભરાઈશું નહીં, અમારો અવાજ દબાવી શકાશે નહીં.

આ પણ વાંચો: congress protest : રાહુલ ગાંધીની સજાના વિરોધમાં કોંગ્રેસ આજે વિજય ચોક સુધી કરશે પદયાત્રા

ભારત જોડો યાત્રાને અનુસરાઈ: કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, અમારો વિરોધ સ્થાનિક કોર્ટના આદેશ સામે હશે. રાહુલ ગાંધી હંમેશા દેશ માટે પ્રશ્નો પૂછે છે. તે ક્યારેય કોઈની સામે અંગત આરોપો મૂકતા નથી. AICCના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના રાજ્ય એકમો હાથ સે હાથ જોડો અભિયાનમાં પહેલેથી જ સામેલ છે અને ભારત જોડો યાત્રાને અનુસરી રહ્યા છે.

હાઈકોર્ટમાં અરજી કરવાની તૈયારી: રાહુલના કાયદાકીય સલાહકારોના જણાવ્યા અનુસાર સ્થાનિક કોર્ટે સજાને એક મહિના માટે સસ્પેન્ડ કરી છે. આ આદેશને રદ કરવા માટે પાર્ટી પહેલેથી જ હાઈકોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી રહી છે. પાર્ટી આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવા માટે પણ તૈયાર છે, પરંતુ સરકારની ચાલ પર ચાંપતી નજર રાખી રહી છે.

અરવિંદ કેજરીવાલનું સમર્થન: કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ અને EVM મશીનો સાથે ચેડા કરવાના મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસ 17 સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે કામ કરી રહી છે. કોંગ્રેસે કહ્યું કે, રાહુલ ગાંધીને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું સમર્થન છે, જેઓ વારંવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને નિશાન બનાવે છે. એક સમયે રાહુલની ટીકા કરતી TMCએ પણ જૂની પાર્ટીને સમર્થન આપ્યું છે.

Last Updated : Mar 24, 2023, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.