- ઉત્તરાખંડના લોકોએ 2017માં ભારે બહુમતી સાથે ભાજપ સરકારને ચૂંટી હતી
- કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દેવેન્દ્ર યાદવે ભાદપ પર આરોપ લગાવ્યો
- વડાપ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ રમકડાની જેમ સરકાર બદલવા જવાબદાર
નવી દિલ્હી: ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તરીકે તિરથ સિંહ રાવતના રાજીનામા બાદ કોંગ્રેસે શનિવારે ભારતીય જનતા પાર્ટી પર "સત્તાના વાંદરાઓનું વિતરણ" કરવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા મુખ્યપ્રધાનને રમકડાની જેમ બદલવા માટે જવાબદાર છે.
કોંગ્રેસને સ્થિર અને પ્રગતિશીલ સરકાર માટે તક આપવા ચૂંટણીની રાહ જોઈ રહ્યા
પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના લોકો હવે કોંગ્રેસને સ્થિર અને પ્રગતિશીલ સરકાર માટે તક આપવા ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, ઉત્તરાખંડની દેવભૂમિ, ભાજપની સત્તાની લાલચ, સત્તાની મલાઇ માટે અને ભાજપની નિષ્ફળતા ઉદાહરણ બની રહી છે.
પ્રજાએ પૂર્ણ બહુમતી આપીને ભાજપને સરકાર રચવાની તક આપી
સુરજેવાલાએ દાવો કર્યો હતો કે, રાજ્યની પ્રજાએ પૂર્ણ બહુમતી આપીને ભાજપને સરકાર રચવાની તક આપી હતી. પરંતુ ભાજપે માત્ર સત્તાની મલાઇ વહેંચીને સત્તાનું વિતરણ કર્યું હતું. આ તક ભાજપ માટે સત્તાની મલાઇનો સ્વાદ ચાખવાની તક બની ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દેવેન્દ્ર યાદવે આરોપ લગાવ્યો હતો કે, "આ ભાજપના નેતૃત્વની બેદરકારી અને અજ્ઞાનતા છે. ઉત્તરાખંડ પર વિધાનસભાના સભ્ય ન હોય તેવા મુખ્યપ્રધાન લાદવામાં આવ્યા હતા. ભાજપે સુખી દેવભૂમિને ખલેલ પહોંચાડવા માટે આ બધુ કર્યું છે.
ભાજપ મુખ્યપ્રધાનને રમકડાંની જેમ બદલે છે
દિલ્હી, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં ભૂતકાળની ભાજપ સરકારોમાં અનેક મુખ્યપ્રધાનોને બદલવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, "ભાજપનો એક જ કાર્યકાળમાં મુખ્યપ્રધાનને બદલવાનો ઇતિહાસ છે. ભાજપ મુખ્યપ્રધાનને રમકડાંની જેમ બદલી નાખે છે. ઉત્તરાખંડમાં આવું જ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: ભાજપના સાંસદ તિરથસિંહ રાવતને હરિદ્વાર નજીક નડ્યો અકસ્માત
ભાજપે અગાઉ ઉત્તરાખંડમાં ત્રણ મુખ્યપ્રધાન બદલ્યા
સુરજેવાલાએ આરોપ લગાવ્યો હતો કે આ પરિસ્થિતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા જવાબદાર છે. તેમણે ભાજપ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ભાજપે અગાઉ ઉત્તરાખંડમાં ત્રણ મુખ્યપ્રધાન બદલ્યા હતા. આ વખતે પણ ત્રીજા મુખ્યપ્રધાનની રચના કરવાની તૈયારીમાં છે. આગામી છ મહિનામાં વધુ બે કે ત્રણ મુખ્યપ્રધાનન બદલાશે તો, વધુ મુખ્યપ્રધા બદલવાનો રેકોર્ડ ઊભો થઈ જશે.
મુખ્યપ્રધાને શુક્રવારે મોડી રાત્રે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું સુપરત કર્યું
ઉત્તરાખંડમાં બંધારણીય કટોકટી વચ્ચે ચાર મહિનાથી ઓછા સમય સુધી સેવા આપ્યા પછી મુખ્યપ્રધાન તિરથ સિંહ રાવતે શુક્રવારે મોડી રાત્રે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું સુપરત કર્યું હતુ.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચનની પૌત્રીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાનને માનસિકતા બદલવા આપી સલાહ
રાજીનામાનું મુખ્ય કારણ બંધારણીય કટોકટી
રાજભવન પહોંચ્યા પછી અને રાજીનામુ આપ્યા પછી મુખ્યપ્રદાન રાવતે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમના રાજીનામાનું મુખ્ય કારણ બંધારણીય કટોકટી છે જેમાં ચૂંટણી પંચ માટે પેટાચૂંટણી યોજવી મુશ્કેલ હતી. તેમણે જણાવ્યું હતું કે, “બંધારણીય કટોકટીના સંજોગોને ધ્યાનમાં રાખીને મેં રાજીનામું આપવું યોગ્ય માન્યું હતું.”