નવી દિલ્હી: OBC મુદ્દે રાહુલ ગાંધી પર ભાજપના હુમલાનો સામનો કરવા માટે કોંગ્રેસ OBC કલ્યાણ પેનલની રચના કરવા જઈ રહી છે. AICC OBC વિભાગના પ્રમુખ કેપ્ટન અજય યાદવે જણાવ્યું હતું કે, 'અમે સામાજિક ન્યાય માટે રાષ્ટ્રીય પરિષદની સ્થાપના કરીશું જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતીઓ માટેની વિવિધ કલ્યાણ યોજનાઓ અંગે સમયાંતરે અમારા પક્ષ પ્રમુખ ખડગેને રિપોર્ટ કરશે.
ઓબીસી વિભાગ ખોલશે: હરિયાણાના ભૂતપૂર્વ પ્રધાન યાદવના જણાવ્યા અનુસાર પાર્ટી રાજ્યોમાં કોંગ્રેસ સરકારોને અલગ ઓબીસી વિભાગો સ્થાપવા અને 2024મા કેન્દ્રમાં સત્તા પર આવે તો જાતિની વસ્તી ગણતરી માટે પણ કહેશે. યાદવે કહ્યું કે મહારાષ્ટ્રમાં અમારી પાસે OBC વિભાગ છે. મેં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સાથે વાત કરી છે. તેઓ ઓબીસી વિભાગ ખોલશે. આનાથી તે સમુદાય માટે યોગ્ય અંદાજપત્રીય ફાળવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: OBC Reservation: રાજ્યમાં OBC અનામત લાગુ કરવામાં સરકારની દાનત નથી, અમિત ચાવડાનો આક્ષેપ
યોગ્ય ડેટાના અભાવ: કોંગ્રેસે દાવો કર્યો હતો કે અગાઉની યુપીએ સરકારે અનામત હેતુઓ માટે ચોક્કસ ઓબીસી વસ્તી નક્કી કરવા જાતિની વસ્તી ગણતરી હાથ ધરી હતી, પરંતુ ભાજપ સરકારે ડેટા અટકાવી રાખ્યો હતો. યાદવે કહ્યું કે જો અમે 2024માં સત્તામાં આવીશું તો કોંગ્રેસ નવી જાતિની વસ્તી ગણતરી કરશે'. AICC OBC વિભાગના પ્રમુખે જણાવ્યું હતું કે યોગ્ય ડેટાના અભાવે સમુદાયના સભ્યોને ઉચ્ચ શિક્ષણમાં અનામતનો લાભ મળી રહ્યો નથી.
આ પણ વાંચો: કોંગ્રેસની જાતિ આધારિત વસતી ગણતરીની માગ,
ભાજપ રમી રહ્યું છે ઓબીસી કાર્ડ: સુભાષિની યાદવે કહ્યું હતું કે અમારી પાર્ટીમાં એક દલિત પ્રમુખ છે અને ઓબીસી સમુદાયમાંથી બે મુખ્યપ્રધાન છે. શું ભાજપ અમને કહી શકે કે આ સમુદાયમાંથી તેના કેટલા મુખ્યપ્રધાન છે ? ભાજપ અમારા નેતા રાહુલ ગાંધી સામે ઓબીસી કાર્ડ રમી રહ્યું છે કારણ કે તેમણે અદાણી પર સવાલ પૂછ્યા હતા. પરંતુ ઓબીસી હવે જાગૃત છે. તેઓ જાણે છે કે કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ ભાજપે તેમના માટે કંઈ કર્યું નથી. ઓબીસી સમુદાય મહેનતુ છે. જો કેટલાક સભ્યો ચોર નીકળ્યા હોય તો તે અમારા માટે શરમજનક બાબત છે.