ETV Bharat / bharat

સરકારને ઘેરવા વિપક્ષ કરી રહ્યું છે તૈયારી, સોનિયા ગાંઘી આવાસ પર સંસદીય જૂથની બેઠક યોજાશે

આગામી શિયાળુ સંસદ સત્રમાં (Winter Parliament Session) શાસક પક્ષને વ્યુહચક્રમાં ફસાવવા માટે કોંગ્રેસ તનતોડ તૌયારી કરી રહ્યું છે. શિયાળુ સત્રમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ અંગે કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘી દ્વારા તેના આવાસ પર આજે સંસદીય વ્યુહરચના જૂથની બેઠક બોલાવામાં આવી છે.

સોનિયા ગાંઘી દ્વારા શાસન પક્ષને ધેરવા ધડાશે 'વ્યુહરચના'

author img

By

Published : Nov 25, 2021, 1:58 PM IST

  • સરકારને ઘેરવા માટે કોંગ્રેસની તાબડતોડ તૈયારી
  • શિયાળુ સંસદ સત્રમાં 18 મુદ્દા ઉઠાવામાં આવશે
  • સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક સોનિયા ગાંધીના આવાસે

નવી દિલ્હી: સરકારને ઘેરવા માટે આગામી શિયાળુ સંસદ સત્રમાં ઉઠાવામાં આવનાર મુદ્દાઓ ઉપર વિચાર-વિમર્શ બાબતે ગુરુવારના રોજ સંસદીય જૂથની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘીના આવાસ પર ગુરુવારના રોજ યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિયાળુ સંસદ સત્રમાં (Winter Parliament Session) 18 મુદ્દા ઉઠાવામાં આવશે, જેમાં મોંધવારી, કોવિડ મેનેજમેન્ટ, ખેડુત વિરોધ, પેગાસસ અને ભારત-ચીન સરહદ જેવા મુદ્દાઓ વિપક્ષના કેન્દ્રબિંદુ રહેશે.

29 નવેમ્બરથી શિયાળુ સંસદ સત્રની શરૂઆત

શિયાળુ સંસદ સત્રની (Winter Parliament Session) શરૂઆત 29 નવેમ્બરથી થાય છે જ્યારે 23 ડિસેમ્બરના સંસદ શિયાળુ સત્ર પૂર્ણ થઇ જશે. આ વચ્ચે કેન્દ્રીય કેબિનેટે બુધવારના રોજ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવાના બિલને મંજૂરી આપી દીધી છે. વેણુગોપાલે કૃષિ કાયદા પાછા ખેંચવા પર કહ્યું- "દેર આયે દુરસ્ત આયે". ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (Indian national Congress) Sumiti))ના જનરલ સેક્રેટરી કેસી વેણુ ગોપાલને (General Secretary Venu Gopal) આ બાબતે પૂછવામાં આવ્યું તો તેને જવાબ આપતા કહ્યું કે હવે ઘણું મોડુ થઇ ગયું છે, પરંતુ અમને આ અંગે થોડી સ્પષ્ટતાની જરૂર છે, શું MSP ઉમેરવામાં આવશે કે તે સાથે વળતર પણ આપવામાં આવી રહ્યું છે?

આ પણ વાંચો: કોંગ્રેસને મોટો ફટકો : પૂર્વ મુખ્યપ્રધાન સહિત 12 ધારાસભ્યો TMCમાં જોડાયા

નેતાઓના TMCમાં જવા પર આ વાત કહી

ઉલ્લેખનીય છે કે, છેલ્લા સંસદ સત્રમાં જોવા મળેલી વિપક્ષી એકતા હવે શંકાના સકંજામાં આવી ગઇ છે. કારણ કે, કોંગ્રેસ નેતા કીર્તી આઝાદ અને હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સિમિતિના ભૂતપૂર્વ પ્રમુખ અશોક તંવર મંગળવારે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા.આ સાથે અન્ય કોંગ્રેસીઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. તેના નામ છે સુષ્મિતા દેવ, લુઇઝિન્હો ફાલેરિયો અને અભિજીત મુખર્જીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કોરોના મૃતકોના સાચા આંકડા આપવામાં આવે અને મૃતકોના પરિજનોને 4 લાખનું વળતર

નેતાઓના TMCમાં જવા પર સેક્રેટરી વેણુગોપાલે આ વાત કહી

આ અંગે જનરલ સેક્રેટરી વેણુગોપાલે (General Secretary Venu Gopal) કહ્યું કે, "અમને તેની ચિંતા નથી... જો કોઈ એવું વિચારી રહ્યું છે કે એક દિવસ તે કોંગ્રેસને ખતમ કરી દેશે, તો એવું ક્યારેય સંભવ નથી." ભૂતકાળમાં પણ ઘણા લોકોએ આનો પ્રયાસ કર્યો હતો. 'અમારો ઉદ્દેશ સ્પષ્ટ છે કે આપણે સરકારની જનવિરોધી અને ગરીબ વિરોધી નીતિઓ સામે લડવાનું છે. કોંગ્રેસના મહાસચિવએ કહ્યું કે, આ વિશે વધુ પ્રમાણમાં ચિંતા કરાઇ રહી છે, આ બધું તો માત્ર ડ્રામા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.