ETV Bharat / bharat

PARLIAMENT WINTER SESSION 2021: કોંગ્રેસે શિયાળુ સત્ર પહેલા વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી, TMCનો ઇનકાર - TMCનો ઇનકાર

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે, પરંતુ TMCએ વિરોધ પક્ષોની આ બેઠકમાં હાજરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ સર્વપક્ષીય બેઠકમાં 30 પક્ષોએ ભાગ લીધો હતો, અને આ બેઠકમાં ત્રણ કૃષિ કાયદાઓ (Repeal Farm Law ) સામેના આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને વળતર સહિત 15-20 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

PARLIAMENT WINTER SESSION 2021: કોંગ્રેસે શિયાળુ સત્ર પહેલા વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી, TMCનો ઇનકાર

author img

By

Published : Nov 29, 2021, 11:35 AM IST

  • TMCનો વિરોધ પક્ષોની આ બેઠકમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર
  • મમતા બેનર્જીએ સંકેત આપ્યો કે તેઓ વિપક્ષમાં કોંગ્રેસનું નેતૃત્વ સ્વીકારશે નહીં
  • વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર (PARLIAMENT WINTER SESSION 2021)આજે સોમવારથી શરૂ થઈ રહ્યું છે. સંસદના શિયાળુ સત્ર (PARLIAMENT WINTER SESSION 2021 )પહેલા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં, વિરોધ પક્ષોએ સરકારને ખેડૂતોના ઉત્પાદનો પર લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની ગેરંટી અંગે કાયદો બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હોવાની જાણકારી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારોને આપી.

આ પણ વાંચો: કોંગ્રેસને મોટો ફટકો : પૂર્વ મુખ્યપ્રધાન સહિત 12 ધારાસભ્યો TMCમાં જોડાયા

સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં લગભગ 30 પક્ષોએ ભાગ લીધો

મળતી માહિતી મુજબ, સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં લગભગ 30 પક્ષોએ ભાગ લીધો હતો. આમાં વિપક્ષી દળોએ પેગાસસ જાસૂસી વિવાદ, મોંઘવારી, કૃષિ કાયદા, બેરોજગારી, વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન સાથે તણાવ સહિત કેટલાક અન્ય મુદ્દા ઉઠાવ્યા અને ચર્ચાની માંગણી કરી. વિરોધ પક્ષોએ સરકારને રચનાત્મક મુદ્દાઓ પર હકારાત્મક સહકારની ખાતરી આપી હતી.

TMCનો વિરોધ પક્ષોની આ બેઠકમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર

રવિવારે બોલાવવામાં આવેલી બેઠકથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આ વખતે સરકારને ઘેરવામાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) એક થશે નહીં. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંકેત આપ્યો કે તેઓ વિપક્ષમાં કોંગ્રેસનું નેતૃત્વ સ્વીકારશે નહીં. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહેશે. જો કે, TMCએ વિરોધ પક્ષોની આ બેઠકમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

આ પણ વાંચો: Winter Session of Parliament: સર્વપક્ષીય બેઠકમાં MSP અને વીજળી બિલ પર તાત્કાલિક પગલાં લેવાની માંગ

સર્વપક્ષીય બેઠકમાં 15-20 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

નોંધનીય છે કે રવિવારે બેઠક બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારોને જણાવ્યું હતું કે. સર્વપક્ષીય બેઠકમાં 15-20 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તમામ પક્ષોએ માંગ કરી હતી કે લઘુત્તમ ટેકાના ભાવ અંગે કાયદો બનાવવા માટે સરકારે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે ત્રણ કૃષિ કાયદાઓ (Repeal Farm Law) સામેના આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને વળતરનો મુદ્દો, મોંઘવારી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો મુદ્દો પણ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો. આ સિવાય સરકારને વીજળી સુધારા બિલ પર પણ ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.