નવી દિલ્હીઃ કૉંગ્રેસ પાર્ટીએ મહિલા અત્યાચાર સંદર્ભે ભાજપ પર વાકપ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ મહિલા અત્યાચારો પ્રત્યે રાજસ્થાન સરકારને આડે હાથે લીધી હતી. તેના જવાબમાં કૉંગ્રેસે પલટવાર કર્યો છે. કૉંગ્રેસ જણાવે છે કે ભાજપા શાસિત રાજ્યમાં મહિલા અત્યાચારોની જવાબદારી ભાજપ ક્યારેય સ્વીકારતી નથી. જ્યારે કૉંગ્રેસ મહિલા અત્યાચારો વિરૂદ્ધ લડવા માટે હંમેશા તત્પર હોય છે. કૉંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો કે વડાપ્રધાન મોદી મણિપુર, ઉજ્જૈન અને મહિલા પહેલવાનો પર થતા અત્યાચારો પર એક શબ્દ બોલ્યા નથી. જ્યારે ચૂંટણી પ્રચાર કરવા રાજસ્થાન આવ્યા ત્યારે કૉંગ્રેસની સરકાર વિરુદ્ધ અપપ્રચાર કરી રહ્યા છે.
-
प्रधानमंत्री मणिपुर पर एक शब्द भी नहीं बोलेंगे। वह उज्जैन का ज़िक्र नहीं करेंगे। वह महिला पहलवानों पर अत्याचार करने वाले अपनी ही पार्टी के सांसद के ख़िलाफ़ कार्रवाई नहीं करेंगे। न ही हमारे राष्ट्रीय चैंपियन्स के साथ दिल्ली पुलिस द्वारा की गई क्रूरता की निंदा करेंगे। लेकिन जब… pic.twitter.com/LbdUuUJ7Am
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">प्रधानमंत्री मणिपुर पर एक शब्द भी नहीं बोलेंगे। वह उज्जैन का ज़िक्र नहीं करेंगे। वह महिला पहलवानों पर अत्याचार करने वाले अपनी ही पार्टी के सांसद के ख़िलाफ़ कार्रवाई नहीं करेंगे। न ही हमारे राष्ट्रीय चैंपियन्स के साथ दिल्ली पुलिस द्वारा की गई क्रूरता की निंदा करेंगे। लेकिन जब… pic.twitter.com/LbdUuUJ7Am
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 2, 2023प्रधानमंत्री मणिपुर पर एक शब्द भी नहीं बोलेंगे। वह उज्जैन का ज़िक्र नहीं करेंगे। वह महिला पहलवानों पर अत्याचार करने वाले अपनी ही पार्टी के सांसद के ख़िलाफ़ कार्रवाई नहीं करेंगे। न ही हमारे राष्ट्रीय चैंपियन्स के साथ दिल्ली पुलिस द्वारा की गई क्रूरता की निंदा करेंगे। लेकिन जब… pic.twitter.com/LbdUuUJ7Am
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 2, 2023
વડાપ્રધાને રાજસ્થાન સરકારને વખોડીઃ વડાપ્રધાને રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક જનસભાને સંબોધિત કરી ત્યારે રાજસ્થાનની કૉંગ્રેસ સરકાર પર મહિલા અત્યાચાર, કાયદા વ્યવસ્થા તેમજ અન્ય મુદ્દાઓ પર નિવેદન કર્યા હતા. વડાપ્રધાને 5 વર્ષના કૉંગ્રેસ શાસનને પરિણામે રાજસ્થાનની આબરુ ધૂળધાણી થઈ હોવાનું જણાવ્યું હતું. કૉંગ્રેસે જનતાને ભ્રમમાં નાંખીને રાજસ્થાનમાં સરકાર બનાવી હોવાનું વડાપ્રધાન બોલ્યા હતા. વડાપ્રધાનના મતે 5 વર્ષમાં કૉંગ્રેસે રાજસ્થાનમાં ભ્રષ્ટાચારી, ગુંડાગીરી, હુલ્લડો, અત્યાચારને મહત્વ આપ્યું છે. કૉંગ્રેસનો દરેક નેતા પોતાની જાતને રાજસ્થાન સરકાર માની બેઠો છે.
કૉંગ્રેસનો પલટવારઃ કૉંગ્રેસના જયરામ રમેશે એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, વડાપ્રધાન મણિપુર અને ઉજ્જૈનમાં થયેલ મહિલા અત્યાચારો પર એક શબ્દ નથી બોલ્યા. તેમજ તેમના જ એક સાંસદ દ્વારા મહિલા પહેલવાનો પર અત્યાચાર કરાય છે તેના પર કોઈ કાર્યવાહી નહીં કરે. તેમજ નેશનલ ચેમ્પિયન્સ પર કરાયેલ પોલીસ દમનની નીંદા કરશે નહીં. જ્યારે ચૂંટણી પ્રચાર આવે ત્યારે તે જેમાં નિષ્ણાંત છે તે જ કરશે અને તે એટલે બેશરમીતી જુઠ્ઠું બોલવું. અમને આશા હતી કે કમ સે કમ ગાંધી જયંતિના રોજ તો વડાપ્રધાન દેશને અસત્ય અને તથ્યોને છેડછાડ કરીને રજૂ ન કરે.
ભાજપ કૉંગ્રેસ વચ્ચેનો ફરકઃ કૉંગ્રેસ પાર્ટી મહિલા અત્યાચારો વિરુદ્ધ ક્યારેય આંખ આડા કાન કરતી નથી. રાજસ્થાન સરકારે મહિલા વિરુદ્ધ અત્યાચારોને હંમેશા ગંભીરતા અને ન્યાયિક પ્રક્રિયાથી કામ લીધું છે. ભાજપ સરકાર કૉંગ્રેસ સરકારની કાર્યપદ્ધતિ વિરુદ્ધ કામ કરે છે અને ક્યારેય મહિલા વિરૂદ્ધ થયેલા અત્યાચારોની જવાબદારી લેતી નથી. ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે આ જ મોટો ફરક છે.