ETV Bharat / bharat

નવજોતસિંહ સિદ્ધુ બન્યા પંજાબ કોંગ્રેસના નવા 'કેપ્ટન' - સોનિયા ગાંધી

AICCના પ્રમુખ સોનિયા ગાંધીએ નવજોતસિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ કોંગ્રેસે સંગતસિંહ ગિલજિયન, સુખવિંદર સિંહ દૈની, પવન ગોયલ, કુલજીતસિંહ નાગરાને પંજાબ એકમના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.

નવજોતસિંહ સિદ્ધુ
નવજોતસિંહ સિદ્ધુ
author img

By

Published : Jul 18, 2021, 10:55 PM IST

  • સિદ્ધુએ લીધી નેતાઓની મૂલાકાત
  • બેઠક યોજવા અંગે પાર્ટીમાં મતભેદ
  • સિદ્ધુ જાહેર થયા પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ

નવી દિલ્હી: 18 જુલાઈએ સિદ્ધુએ પટિયાલા, ખન્ના અને જલંધરમાં પાર્ટીના ધારાસભ્યોને મળ્યા હતા. જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સિદ્ધુએ સૌથી પહેલા ઘનૌરના ધારાસભ્ય મદન લાલ જલાલપુરને તેમના નિવાસ સ્થાને મળ્યા અને જલાલપુરના નિવાસ સ્થાને કેબીનેટ પ્રધાન સુખજિંદરસિંહ રંધાવા, ધારાસભ્યો બરિન્દરમીતસિંહ પાહરા અને દર્શન બ્રાર પણ હાજર હતા. સિદ્ધુ શુતરાના વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય નિર્મલ સિંહને પણ મળ્યા હતા. બાદમાં તેઓ ખન્નાના ધારાસભ્ય ગુરકીરતસિંહ કોટલી અને પાયલના ધારાસભ્ય લખવીરસિંહ લાખાની પણ મૂલાકાત લીધી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં પણ ખેલા હોબે? AAP, AIMIM બાદ શું તૃણમૂલ કોંગ્રેસ ગુજરાતમાં આવી રહ્યું છે?

PPCC પહેલાથી જ નષ્ટ થઈ ચૂકી છે

કોંગ્રેસ નેતા સુખપાલસિંહ ખૈરાએ જાખારના બેઠક બોલાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PPCC) પહેલાથી જ નષ્ટ થઈ ચૂકી છે. ખૈરાએ એક ટ્વિટમાં કહ્યું કે, હું સુનીલ જાખારને તાકીદના શોમાં ભાગ ન લેવાની અને કોંગ્રેસ અધ્યક્ષની ઘોષણાની રાહ જોવાની વિનંતી કરું છું. PPCC ભંગ થવાથી મીટિંગનું કોઈ મહત્વ રહેશે નહીં અને તે રદબાતલ રહેશે. આ સમય એક થવાનો છે, ભાગલા પાડવાનો નહીં.

આ પણ વાંચો: ક્રિકેટરથી રાજકારણી બનેલા સિધ્ધુ બની શકે છે કોંગ્રેસના આગામી પ્રદેશ અધ્યક્ષ

પંજાબ કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી

નવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષની નિમણૂક અંગે પૂછવામાં આવતા બાજવાએ પત્રકારોને જણાવ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણય દરેકને સ્વીકાર્ય રહેશે. તેમણે કહ્યું કે, સંસદના સત્રને ધ્યાનમાં રાખીને આગળ વધેલા મુદ્દાઓની ચર્ચા કરવા આ બેઠક બોલાવવામાં આવી છે. બાજવાએ કહ્યું કે, પંજાબ કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.