મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના (Vidarbha region) ત્રણ જિલ્લામાં છેલ્લા 10 મહિનામાં 13 લોકોને (tiger killed 13 people) મારનાર વાઘને ગુરુવારે રાજ્યના ગઢચિરોલી (Gadchiroli tiger killing) જિલ્લામાં વન વિભાગ દ્વારા પકડવામાં આવ્યો હતો. એક અધિકારીએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે 'CT-1' નામનો વાઘ ગઢચિરોલીના વડસા જંગલ વિસ્તારમાં ફરતો હતો અને માનવ જીવન માટે ખતરો ઉભો કરી રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે ગયા વર્ષે ડિસેમ્બરથી અત્યાર સુધીમાં વાઘે 13 લોકોને મારી નાખ્યા છે.
યુદ્ધના ધોરણે કામ કર્યું: વડસામાં 6, ભંડારા (tiger captured in Gadchiroli) જિલ્લામાં 4 અને ચંદ્રપુર જિલ્લાના બ્રહ્મપુરી વન રેન્જમાં 3 લોકો માર્યા ગયા હતા. 4 ઓક્ટોબરે મળેલી બેઠકમાં સૂચના આપવામાં આવી હતી કે, આ વાઘને (Gadchiroli tiger killing) પકડી લેવામાં આવે. જેના પગલે તાડોબા ટાઈગર રેસ્ક્યુ ટીમ, ચંદ્રપુર, નવાગાંવ-નાગજીરાની રેપિડ રિસ્પોન્સ ટીમો અને અન્ય એકમોએ વાઘને પકડવા માટે યુદ્ધના ધોરણે કામ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, તે સૌપ્રથમ શાંત થઈ ગયો હતો અને ગુરુવારે સવારે વડસા ફોરેસ્ટ રેન્જમાંથી તેને પકડવામાં આવ્યો હતો.